Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે આવેલો ૪૨ વર્ષ જૂનો પાણીનો ટાંકો ધરાશાઇ થતા હાલાકી

ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે આવેલા પાણીના ટાંકામાંથી આસપાસના 7ગામોને પાણી પૂરું પડાતું હતું. આ ૪૨ વર્ષ જૂનો પાણીનો ટાંકો ધરાશાઇ થઇ ગયો હતો. આથી 7 ગામના લોકોને પાણી સમસ્યા સર્જાતા પાણી પુરવઠા વિભાગના અધીકારીઓ ઘટનાસ્થળે દોડી જઈને ગામોને પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરી હતી.

ધ્રાંગધ્રાના હરીપર ગામની સીમમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો ટાંકો બનાવીને આસપાસના હરીપર, રાજગઢ, દુદાપુર, હીરાપુર, ગાળા, માનપુર, વસાડવા સહિત આસપાસના ગામોને પાણી પહોચાડવામાં આવતું હતું. આ અંગે ધ્રાંગધ્રા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર જે.ડી. કટોસણા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આસપાસના ગામના લોકોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી.

જ્યારે આ મામલે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે નવો ટાંકો બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પાણીની મુશ્કેલી ન પડે માટે ડાયરેક્ટર લાઈન જોઈન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લામાં ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા વર્ષો જૂના પ્રશ્નો છે છતાંય જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવતા નથી ત્યારે ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે આવેલા પાણીના ટાંકામાંથી આસપાસના ૦૭ ગામોને પાણી પૂરું પડાતું હતું. આ ૪૨ વર્ષ જૂનો પાણીનો ટાંકો ધરાશાઇ થઇ

Related posts

કોંગ્રેસે ત્રણ પેઢીથી ગુજરાતને અન્યાય કર્યો છે : અમિત શાહ

aapnugujarat

વડોદરા તાલુકાના શેરખીમાં તળાવ નવસાધ્ય કામગીરીનું ગૃહ રાજ્યમંત્રીએ કર્યુ નિરીક્ષણ

aapnugujarat

ડેન્ટલ ક્લિનિકમાં દર્દીએ ડોકટરના ગળે છરી મૂકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1