Aapnu Gujarat
ગુજરાત

વડોદરા તાલુકાના શેરખીમાં તળાવ નવસાધ્ય કામગીરીનું ગૃહ રાજ્યમંત્રીએ કર્યુ નિરીક્ષણ

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા તાલુકાના શેરખી ગામે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવ નવસાધ્ય કરવાની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શેરખી ગામે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વડોદરાના મેન્યુફેકચરીંગ ડીવીઝન દ્વારા નિગમની સામાજિક જવાબદારી (CSR) હેઠળ ગામના રણાસર તળાવને ઉંડુ કરવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ રાજ્યમાંથી જળ સંચય અભિયાનમાં ઉદ્યોગ ગૃહોના યોગદાનને બિરદાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ કે રાજ્ય સરકારે પાણીદાર ગુજરાતના નિર્માણ માટે જનશક્તિના સહયોગથી સુજલામ સુફલામ જળસંચય અભિયાન હાથ ધર્યુ છે. જેનાથી રાજ્યને હરિયાળુ બનાવવા સાથે જળ ભંડારણમાં વધારો કરશે અને ભૂગર્ભ જળસ્તર ઉંચુ આવશે. જળસંચય અભિયાનથી ગુજરાતના વિકાસના નવા દ્વાર ખુલશે. રાજ્યમાં જળસંચય અભિયાન દરમિયાન ૧૩ હજાર તળાવો ઉંડા કરવામાં આવશે જેને પરિણામે ૧૧ લાખ ઘનમીટર જળક્ષમતા વધશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે ચોમાસા પૂર્વે સમગ્ર રાજ્યમાં સુજલાફ સુફલામ જળ અભિયાન હાથ ધર્યુ છે. આ અભિયાન હેઠળ તળાવો નવસાધ્ય કરવા, ચેકડેપો ડીસીલ્ટીંગ કરવા, નહેર-કાંસ સફાઇ, જળસ્ત્રોતોને અવરોધરૂપ ઝાડી ઝાંખરી દૂર કરવાની કામગીરી સ્વૈચ્છીક સેવાવ્યાપી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો અને શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકોના સહયોગથી હાથ ધરવામાં આવી છે જે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરશે.

વડોદરા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપતાં કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે વડોદરા જિલ્લામાં જળસંચય અને જળસંગ્રહના ૪૭૫ કામોનું આયોજન કરવામાં આવ્યુ છે જે પૈકી આજદિન સુધીમાં ૧૮૯ કામો શરૂ કરવામાં આવ્યા છે અને ૧૩ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ૬૫૭ જેટલા એરવાલ્વની મરામત કરી પાણીના લીકેજીસ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લાના ૨૪૫ ગામોમાં જળસંચય-જળસંગ્રહની કામગીરી માટે ૧૨૫ જેસીબી, ૧૯૦ હેકટર, ૧૦૬ ડમ્પર અને ૨૦ અન્ય વાહનો સાથે ૧૦ હજાર નાગરિકો જોડાયા છે. અત્યાર સુધીમાં ૧૨૨૫૬ ઘનમીટર માટીનું ખોદકામ કરવામાં આવ્યુ છે. જિલ્લામાં ૧૧૪ કી.મી.ની નહેરાની સફાઇ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ અવસરે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયરશ્રી ભરતભાઇ ડાંગર, મ્યુનિ. કમિશનરશ્રી ડૉ. વિનોદરાવ, પોલીસ કમિશનરશ્રી મનોજ શશીધર, કલેકટર શ્રીમતી સાલિની અગ્રવાલ, મદદનીશ કલેકટર દિપશિખા શર્મા, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

अहमदाबाद में ही ३० हजार पेड़ों की कटाई

aapnugujarat

વિરમગામ તાલુકાના જખવાડા ખાતે ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

अन्य महिला के साथ पति को चैटिंग करना पड़ा महंगा

editor

Leave a Comment

UA-96247877-1