Aapnu Gujarat
ગુજરાત

એક સમય દિગ્ગજો જે સ્ટેડીયમમાં ક્રિકેટ રમી ચૂક્યા છે તેવું સરદાર પટેલ સ્ટેડિય બંધ કરાશે, આ છે કારણ

અમદાવાદ સરદાર પટેલ સ્ટેડીમ કે જે અમદાવાદ જ નહીં પુરા ગુજરાતની ઓળખ હતી તેવા આ સ્ટેડીયમને કોર્પોરેશન અમદાવાદ દ્વારા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને સ્ટેડીયમનો સ્ટ્રક્ચર રીપોર્ટ અનફિટ આવ્યો છે જેથી આ સ્ટેડીયમમાં ઈવેન્ટ કરવી જોખમી છે.
જેથી આગામી સમયમાં સરદાર પટેલ સ્ટેડીયમને રીનોવેટ કરવામાં આવશે. જો કે તે અંગે વિચારણા કરવામાં આવશે. ખાસ કરીને મેદાન સિવાયનું ઉપરનું સ્ટ્રક્ચર જોખમી છે.

માર્ચ મહિનાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. લાખોની સંખ્યામાં લોકો ખેલ મહાકુંભમાં જોડાયા છે અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન અહીં થયું હતું ત્યારે અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ તેની મોટી અને અંતિમ ઈવેન્ટ હતી હવે આ સ્ટેડીયમ બંધ થશે. અહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમાઈ ચૂકી છે. ખાસ કરીને સલમાન ખાન, સુનિલ શેટ્ટી સહીતના સેલિબ્રિટી પણ આ સ્ટેડીયમની અંદર રમી ચૂક્યા છે.

ખાસ કરીને 1956માં અહીં જગ્યા ખરીદવામાં આવી હતી અને તે સમયે 13 લાખ રૂપિયામાં 4000 બેઠકનું શરૂઆતમાં આ સ્ટડીયમ અમદાવામાં બાંધ્યું હતું. અહીં ક્રિકેટ માટે ટર્ક પ્રકારની પીચ તૈયાર કરવામાં આવી હતી. સ્ટેડીયમની અંદર આ સિવાય પણ અન્ય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

જેલમાં નારાયણ સાંઇ ત્રણ મહિના રહેશે બેકાર

aapnugujarat

સેટેલાઈટ ગેંગેરપ કેસ : પીડિતાનું કલમ ૧૬૪ મુજબનું નિવેદન નોંધાયું

aapnugujarat

शहर में बूंदाबांदी बारिश पूर्वजोन में ४.५० मीमी बारिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1