Aapnu Gujarat
ગુજરાત

સૂર્યનગરમાં ક્રિકેટ મેચમાં આઉટ આપતાં તકરાર થઇ ચકલાસી પોલીસે 11 વિરૂદ્ધ ગુનો નોંધ્યો

સૂર્યનગરમાં ક્રિકેટ મેચમાં આઉટ આપતાં તકરાર થઇ ચકલાસી પોલીસે 11 વિરૂદ્ધ ગુનો નોંધ્યોઆણંદમાં રહેતા મહંમદ અતીક વ્હોરા ચકલાસીના સુર્યનગર ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે મિત્રો સાથે તા.26 એપ્રિલના રોજ ગયા હતા. રાતના મેચ શરૂ થતા પહેલો દાવ કલબેસાદીક અને મહંમદઅતીક દાવ લેવા માટે ગયા હતા. તે સમયે મેચ શરૂ થતા પહેલો બોલ પાછળ જતા, મહંમદ અતીક રન લેવા દોડતા અમ્પાયરે કહેલ કે બાય રન છે, દોડશો નહી,તેમ કહેલ જેથી મહંમદઅતીક પાછા જતા સામેની ટીમના વ્યક્તિઓ રન આઉટ કરતા અમ્પાયરે આઉટ આપ્યો હતો. જેનો તેમનો વિરોધ કરી મેચના પૈસા પરત માંગતા ઝઘડો થયો હતો. તે સમયે ભરભાઇ સ્ટમ્પ લઇ,અપ્પુ બેટ લઇ, હર્ષદભાઇ, પ્રવિણભાઇ, વી પી, ઝાલા આવી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. તે સમયે ભરતભાઇએ સ્ટમ્પ કલબેસાદીકને માથામાં માર્યુ હતુ. તે સમયે મહંમદઅતીક વચ્ચે પડતા હર્ષદભાઇએ બેટ માથામાં મારી ઇજાઓ પહોંચાડી હતી.આ બનાવ અંગે મહંમદઅતીક ગુલામરસુલ વ્હોરા ચકલાસી પોલીસ મથકે છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે મહેશભાઈ વાઘેલાએ અતીક, સાદીક, એજાજ, નોમાન અને જાવેદ વહોરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

Related posts

शहर में खराब रास्तों के मुद्दे पर हाईकोर्ट में पीआईएल

aapnugujarat

એફએસએલ કાર્તિના નાર્કો ટેસ્ટ કરવા માટે પૂર્ણ તૈયાર : પ્રદીપસિંહ જાડેજા

aapnugujarat

પેટ્રોલ-ડિઝલ પર હાલ વેટ નહીં ઘટાડાય : નીતિન પટેલ

editor

Leave a Comment

UA-96247877-1