Aapnu Gujarat
ગુજરાત

પાવાગઢ ખાતે આવેલ શ્રી વિજય વલ્લભ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે નવીન સેટેલાઈટ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ શ્રી વિજય વલ્લભ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા દ્વારા નવીન સેટેલાઈટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ બુધવારના રોજ રાખવામાં આવ્યો હતો

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ શ્રી વિજય વલ્લભ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા દ્વારા નવીન સેટેલાઈટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ બુધવારના રોજ રાખવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.બી. કથીરિયા, હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, અને વડોદરા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ચેરમેન પદ્મશ્રી મુની મહેતાએ વિશેષ હાજરી આપી હતી જ્યારે સ્કૂલના નવીન સેટેલાઈટ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના આર્શીવાદ પાઠવી કાર્યક્રમની શોભા વધારવા માટે પરમ પૂજ્ય કાર્યસક્ષ આચાર્ય શ્રીમદ્ ભગવત ચંદ્રસુરી મહારાજ, પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય ધર્મધુરંધરસુરી મહારાજ, પરમ પૂજ્ય તત્વચિંતક આચાર્ય ભગવંત શ્રી વિજય વિદ્યુતરત્નસુરી મહારાજ, પરમ પૂજ્ય પર્વતક શ્રી વિનોદભાઈ મ.સા., સેવાભાવી મુનિ શ્રી પૂર્ણચંદ્ર વિજયજી મ.સા. આદિઠાણા, સહિત એમ.એસ.યુનિવર્સિટીનીના પૂર્વ સેનેટર દીપકભાઈ શાહ, વહો વિશ્વામિત્રી અભિયાનના રાજુભાઈ ઠક્કર તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી

Related posts

અમદાવાદમાં ગેરકાયદે ડોમ, શેડ સહિત માળખા તોડવાનું શરૂ

aapnugujarat

ઉત્તર, પૂર્વ, દક્ષિણ ઝોનની ગટરલાઇનની સફાઈ થશે

aapnugujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા “રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1