Aapnu Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ માર્કશીટ એક મહિનામાં જોઈએ તો 500 રુપિયાનો પરિપત્ર જાહેર કર્યો, છાત્રોએ વિરોધ કર્યો

દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ માર્કશીટ એક મહિનામાં જોઈએ તો 500 રુપિયાનો પરિપત્ર જાહેર કર્યો, છાત્રોએ વિરોધ કર્યો

માર્કશીટ એક મહિનામાં જોઈએ તો 500 અને 15 દિવસમાં મેળવવી હોય તો 1500 રુપિયા અને તાત્કાલિક 24 કલાકમાં જોઈએ તો 3000 હજાર રુપિયાની ઓફર સ્કીમ લઈ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી ટી.વાય. બી.એસ.સી.ના છાત્રો પાસે આવી છે. હવે આ પરિપત્ર સામે વિરોધ વંટોળ ઉભો થઇ રહ્યો છે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ધમાકા ઓફર F.Y. Bscમાં covid 19 ના કારણે માસ પ્રમોશન મળ્યું હતું. એ આધારે વિદ્યાર્થીઓને અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને આગળ અભ્યાસ કરી Bsc પૂર્ણ કર્યું, પરંતુ જ્યારે છેલ્લી માર્કશીટ આવી એની અંદર AtKt અને SGPA, cancel સર્ટિફિકેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જે યુનિવર્સિટીની ભૂલ છે તેમ છતાં યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડી સુધારેલ માર્કશીટ ફરી મેળવવી હોય તો અરજી સાથે ફી ભરી માર્કશીટ મેળવવાનો જણાવાયું છે. યુનિવર્સિટીની ભૂલ હોવા છતાં પણ વિદ્યાર્થીઓ પાસે આ રીતની પૈસાની ઉઘરાણી કરવી કે કેટલું યોગ્ય છે.

વિદ્યાર્થીઓના હિતમાં ભરૂચ જિલ્લા NSUI અને વિદ્યાર્થીઓ દ્વારા જેપી કોલેજના પ્રિન્સિપાલ, યુનિવર્સિટીના સેનેટ સભ્ય એન. એમ. પટેલને સંબોધી આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને જલદીમાં જલદી સુધારેલી માર્કશીટ પૈસા ભર્યા વગર મળી રહે એ જ માંગ કરાઈ છે.

Related posts

कांग्रेस पार्टी से रिश्ता तोड़कर तीन नेता भाजपा में शामिल हुए

aapnugujarat

GST આસીસ્ટન્ટ કમિશનર નશાની હાલતમાં ઝડપાયા

aapnugujarat

રાજ્યનાં ૧૪ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1