Aapnu Gujarat
ગુજરાત

GST આસીસ્ટન્ટ કમિશનર નશાની હાલતમાં ઝડપાયા

શહેરમાં અવાર-નવાર વગદારોની દાદાગીરી સામે આવતી રહે છે. પૈસાદાર લોકોને પોલીસનો ડર રહ્યો નથી. ગઈકાલે રાત્રે પણ એક આવી જ ઘટના બની હતી. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સુચી બિલ્ડિંગમાં રહેતા અને સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર રાજેશ ચંદ્રરૂપસિંહ દહીયાએ તેમના પત્ની તથા ડ્રાઈવર મુદ્દસરે રાતના ત્રણ વાગ્યે અમારી ગાડી રોકવાની હિંમત કેમ થઈ તેમ કહી પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાનો સાથે ગાળાગાળી કરી હતી. માત્ર એટલું જ નહીં, તેમની કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી. આ દરમિયાન રાજેશ દહિયા અને તેમના પત્ની નશાની હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ આજે રાજેશ દહિયા અને તેમના પત્નીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વેલજીભાઈ ગોપાલભાઈની ફરિયાદ મુજબ, ગઇકાલે તા.૧૦ ઓક્ટોબરના રોજ રાતના ૮થી ૧૨ અને ૧૧ ઓક્ટોબરે ૧૨થી સવારના આઠવાગ્યા સુધી હું અને મારા હોમગાર્ડ સાથીઓ એવા મેહુલ પરેશભાઈ, અહેમદખાન રસુલખાન અને આમીર હૈદર ફરજ પર હાજર હતા. આ દરમિયાન રાતના સવા ત્રણ વાગ્યે નારોલ સર્કલ તરફથી ડસ્ટર કાર આવી રહી હતી, તેને ટોર્ચ મારીને શાસ્ત્રી બ્રિજના છેડાની ચેકપોસ્ટ પર ચેક કરવા માટે રોકી હતી. આ સમયે અંદર બેઠેલા માણસો એવા રાજેશ દહીયા તેમના પત્ની અને ડ્રાઈવરે નીચે ઉતરીને ત્રણેય વ્યક્તિએ ફરજ દરમિયાન બોલાચાલી કરી અમારી ગાડી કેમ રોકો છો, અમે થોડા ક્રિમિનલ છીએ એમ કહી અમારી સાથે ગાળો બોલવા લાગ્યા હતા અને અમારી વર્દીનો કોલર પકડીને બટન તોડી નાંખી ઝપાઝપી કરી કહ્યું કે, તે અમારી ગાડી રોકવાની હીંમત કેમ કરી. ત્યારબાદ અમે હોમગાર્ડના અને નારોલ પોલીસ સ્ટેશનના સ્ટાફને મદદે બોલાવ્યા હતા. પરંતુ તેઓ આવે તે પહેલા આ ત્રણેય વ્યક્તિઓ ડસ્ટર ગાડી લઈને નાસી છૂટ્યા હતા. આ તમામની અંગજડતી કરતા કોઈ ગુનાહીત ચીજ વસ્તુ મળી આવી નથી. આ તમામ વ્યક્તિઓ સામે ભારતીય દંડ સંહિતાની ધારા ૩૩૨, ૨૯૪(ખ), ૧૮૬ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આજે આસી.કમિ. રાજેશ દહીયા અને તેમના પત્નીની ધરપકડ કરવામાં આવતાં સમગ્ર જીએસટી અધિકારી-કર્મચારી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ો
(અનુસંધાન નીચેના પાને)

Related posts

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી

editor

વિસ્તારક યોજના અંતર્ગત અમિત શાહે આદિવાસી કાર્યકરના ઘરે ભોજન લીધું

aapnugujarat

ગાંધીનગર જિલ્લામાં સ્વાઇન ફલૂ ના નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેની સધન કામગીરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1