Aapnu Gujarat
ગુજરાત

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને સંક્રમણ અનેકગણું ફેલાઈ ગયુ છે ત્યારે ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડતાં તેઓ ને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, વિધાનસભા અધ્યક્ષ અને વડોદરા રાવપુરા ના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠકમાં ભાગ પણ લીધો હતો. દરમિયાન રાત્રે તેમણે હૃદયને સંબંધિત તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને હાર્ટ સંબંધિત સમસ્યા સર્જાઇ હોવાનું સામે આવ્યું છે.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની રાત્રે એન્જોપ્લાસ્ટી કરવામાં આવી હતી. દેશભરમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા થોડા સમયમાં ૧૦થી વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. વિધાનસભાના સત્ર દરમિયાન ૧૦થી વધુ ઘારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા.

Related posts

શ્રાવણીયા સાતમ આઠમનો જુગાર રમતા છ ઝડપાયા

editor

अहमदाबाद नगर निगम चुनाव : कांग्रेस ने जारी उम्मीदवारों के नामों की फाइनल लिस्ट

editor

હિંમતનગરના દુર્ગા બજાર કોમ્પ્લેક્સના પાછળ ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1