Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર જિલ્લામાં સ્વાઇન ફલૂ ના નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેની સધન કામગીરી

ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં સ્વાઇન ફલૂ નો રોગ ઝડપી ફેલાઇ રહ્યો છે. સ્વાઇન ફલૂને નાથવા રાજય સરકાર દ્રારા જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રોગનું પ્રમાણ ધટાડવા માટે હાઉસ ટુ હાઉસ સર્વે ચાલું કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ચાર તાલુકાના ૧૧૭ ગામ આવરી લેવામાં આવ્યા છે. પોણા પાંચ લાખથી વધુ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં સ્વાઇન ફલૂ સાથે સાથે શરદ, ઉદરસ અને તાવ આવવાની માત્રા વધતી જાય છે. જિલ્લામાં સ્વાઇન ફૂલના રોગને નાથવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સધન આયોજન કરીને હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. ૧૫મી ઓગષ્ટ સુધીમાં ગાંધીનગર તાલુકાના ૨૨ ગામ, દહેગામ તાલુકામાં ૧૭ ગામ  કલોલ તાલુકાના ૭૧ ગામ અને માણસા તાલુકાના ૭ ગામમાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી છે. હાઉસ ટુ હાઉસ સર્વે અંતર્ગત ગાંધીનગર તાલુકામાં ૧,૪૩,૭૬૦, દહેગામ તાલુકામાં ૧૩,૨૩૯, કલોલ તાલુકામાં ૧,૨૧,૦૫૮ અને માણસા તાલુકામાં ૨,૦૩,૩૬૭ મળી કુલ- ૪,૮૧,૪૨૪ વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરવામાં આવી છે.  હાઉસ ટુ હાઉસ સર્વે દરમ્યાન કોઇ શંકાસ્પદ દર્દીઓ મળે તો તેને સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે અર્બન સેન્ટર પર તાત્કાલિક રીફર કરવામાં આવે છે.

ગાંધીનગર જિલ્લામાં કુલ- ૩૧૫૫ લોકોને ટેમીફુલ્યુ ગોળી આપવામાં આવી છે. જેમાં ગાંધીનગર તાલુકામાં ૨૩૩, દહેગામ તાલુકામાં ૨૬૭૦, કલોલ તાલુકાના ૭૨ અને માણસા તાલુકામાં ૧૮૦ લોકોને ટેમીફુલ્યુ દવાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત ૧૮૬૯ વ્યક્તિઓને ટ્રપીલ લેયર માસ્ક અને ૬૫ વ્યક્તિઓને એન-૯૫ માસ્ક જરુરિયાતવાળા લોકોને આપવામાં આવ્યા છે. પત્રિકાઓનું વિતરણ કરીને લોકોમાં સ્વાઇન ફૂલ્યુ અંગેની જાગૃતિ આપવામાં આવી રહી છે.

ગાંધીનગર જિલ્લામાં આજરોજ પેથાપુર અને રૂપાલ ગામ ખાતે હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો હતો તેમજ સવારથી આરોગ્ય કેન્દ્ર ખાતે થી ઉકાળાનું વિતરણ પણ આરંભ કરવામાં આવ્યો છે. પેથાપુર ગામમાં ગઇકાલ થી ઉકાળાનુ વિતરણ નગરજનોને કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ગઇકાલ થી આજે સવાર સુધીમાં લગભગ ૧૪૦૦ વ્યક્તિઓએ ઉકાળો પીવડાવવામાં આવ્યો છે.

Related posts

મહેસુલ મંત્રી કૌશિક પટેલ દ્વારા કોરોનો વોરિયર્સને સન્માનિત કરાયા

editor

સીડીની ધમકીના જોરે પાસના નેતાઓને ભાજપ ખેંચી રહી છે : નિખીલ સવાણી

aapnugujarat

શહેરને મળ્યા નવા મેયર કિરીટભાઈ પરમાર

editor

Leave a Comment

UA-96247877-1