Aapnu Gujarat
ગુજરાત

મોરબીમાં લીલાપર રોડ અને બગથળા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબીમાં લીલાપર રોડ અને બગથળા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબીમાં મોરબી તાલુકા પોલીસની સમયસૂચક્તા અને કડક ચેકીંગના પ્રતાપે લીલાપર રોડ અને બગથળા ગામની સીમમાંથી ગેરકાયદેસર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ હતી.

જ્યાં પ્રથમ કિસ્સામાં લીલાપર રોડ દિવ્યાંગ પેપર મીલની પાછળ પોલીસે બાવળની કાંટમાં પોલીસે દરોડા પાડતા આરોપી નરેશ ડાંગરૂચા દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠીનો સામાનમાં ખાલી લોખંડનું બેરલ નંગ-૧ તથા પ્લા.ના આથો ભરેલા નંગ-૦૨ મળી કુલ બેરલ નંગ-૦૩ માં રહેલ ઠંડો આથો લીટર-૪૦૦ કિં.રૂ.૮૦૦/- તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયુ નંગ-૦૧ કિં.રૂ.૫૦/- તથા સ્ટીલની નળી સાથેની થાળી નંગ-૦૩ કિં.રૂ.૧૦ તથા ગેસનો બાટલો નંગ-૦૧ કિં.રૂ.૧,૦૦૦/- તથા ગેસનો ચુલો નંગ-૦૧ કિં.રૂ.૫૦૦/- એક પ્લા.ના કેરબામાં આશરે ૨૦ લીટરની ક્ષમતા વાળો હોય જેમાં આશરે દેશીદારૂ લીટર-૨૦ કિં.રૂ.૪૦૦/- મળી કૂલ કિં.રૂ.૨૭૬૦/- ના મુદામાલ સાથે મળી આવતા મોરબી પોલીસે તેની ધરપકડ કરી હતી.

જયારે અન્ય કિસ્સામાં બગથળા ગામની સીમમાં, બગથળાથી રણુજા જવાના રસ્તે પોલીસે દરોડા પાડતા આરોપી સનેસભાઇ ઉર્ફે મુન્નો ધીરૂભાઇ સરવૈયા દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી નાના-મોટા પતરાના બેરલ નંગ-૦૨ માં રહેલ ગરમ આથો લીટર-૨૫૦ કિં.રૂ.૫૦૦/- તથા આશરે ૨૦૦ લીટર ક્ષમતાવાળા પ્લા.ના બેરલ નંગ-૦૩ તથા આશરે ૩૫ લીટર ક્ષમતાવાળા પ્લા.નો કેરબો નંગ-૦૧ માં રહેલ દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૬૭૦ કિં.રૂ.૧૩૭૦/- તથા નાના-મોટા પ્લા.ના કેન નંગ-૦૬ માં રહેલ દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લીટર-૭૫ કિં.રૂ.૧૫૦૦/- તથા અખાદ્ય ગોળ આશરે ૪૦૦ કિં.ગ્રા કિં.રૂ.૪,૦૦૦/- તથા ભઠ્ઠી લગત સાધનો જેમાં ટીનના બકડીયા નંગ-૦૨ કિં.રૂ.૨૦૦ તથા નળી સાથેની થાળી નંગ-૦૨ કિં.રૂ.૧૦૦/- તથા ગેસના ચુલા નંગ-૦૨ કિં.રૂ.૧,૦૦૦/- તથા ગેસનો બાટલો નંગ-૦૧ કિં.રૂ.૧૦૦૦/- મળી કૂલ કિં.રૂ.૯,૬૭૦/- ના મુદામાલ સાથે મળી આવ્યો હતો.

આ બંને કિસ્સામાં મોરબી તાલુકા પોલીસે પ્રોહી. કલમ-૬૫ (બી), (સી), (ડી), (ઇ), (એફ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સુરતમાં ડાયમંડ કંપનીનાં સંચાલકો રત્ન કલાકારોનો પગાર ચૂકવ્યા વગર ફરાર

editor

સરકાર પેટ્રોલ-ડીઝલ મામલે સતત ચિંતિત હતી, કોંગ્રેસનું કામ લોકોને ભરમાવવાનુંઃ જીતુ વાઘાણી

aapnugujarat

કાજલી ખાતે જલ જીવન મિશન અંતર્ગત ગ્રામસભા યોજાઇ

editor

Leave a Comment

UA-96247877-1