Aapnu Gujarat
ગુજરાત

પાટણ માં અપાતું પીળું પાણી દૂષિત નહીં શુદ્ધ,ટેસ્ટિંગ માં પાસ

પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રજાને પીવા માટે આપવામાં આવતું પાણી છેલ્લા દસ દિવસથી પીળા રંગનું આવતા શહેરીજનો દૂષિત પાણી આવતું હોવાનું માની પાણી પીવામાં ભય અનુભવી રહ્યા છે.પાણી અંગે વિવિધ અફવાઓ ઉભી થતા જે અનુસંધાને નગરપાલિકા દ્વારા પાણી અંગે તપાસ કરતા હાલમાં ખોરસમ સુજલામ સુફલામ કેનાલમાંથી આવતું પાણી નીચલા સ્તર હોય પીળા રંગનું આવી રહ્યું છે ત્યારે તેની ક્વોલિટી ચેક કરવા માટે સેમ્પલ લઇ ટેસ્ટિંગ કરાવતા પાણી પીવા લાયક હોવાનું રિપોર્ટમાં તારણ બહાર આવ્યું હતું.

પાટણ શહેરમાં પીવાના પાણી માટે ખોરસમ સુફલાભ સુજલાભ કેનાલમાંથી નર્મદાનું પાણી પાઈન લાઇન મારફતે ખાન સરોવરમાં ઠાલવી તે ફિલ્ટર પ્લાન્ટ મારફતે શુદ્ધ કરી ઓઝી વિસ્તારને બાદ કરતાં સમગ્ર શહેરમાં પાણી પીવા માટે વિતરણ કરાય છે.છેલ્લા 10 દિવસથી શહેરમાં પીવા માટે વિતરણ કરાતું પાણી પીળા રંગનું આવતું હોય શહેરીજનો દુષિત પાણી આવતું હોવાની રાવ સાથે બીમારીઓના ડરથી પીવામાં ગભરાહટ અનુભવી રહી રહ્યા છે.

જેથી પાલિકાએ 3 અલગ અલગ પંપિંગ સ્ટેશનના પાણીના સેમ્પલને ટેસ્ટિંગ માટે પાણી પુરવઠા વિભાગને આપ્યા હતા જેનો રિપોર્ટ ગુરુવારે સાંજે પાલિકાને સોંપ્યો હતો. જેમાં કાલીકા પંપિંગ સ્ટેશન પાણીમાં 0.50 (PPM) ક્લોરીન ,બોકરવાડાના પાણીમાં 0.20 (PPM)ગાંધીબાગ ના પાણીમાં 0.50 PPM આવ્યું હતું.પાણી પુરવઠા બોર્ડના મેનેજર દ્વારા કેમિકલ રિપોર્ટમાં પાણી પીવા લાયક આવ્યું હતું.જેથી પાણીના સેમ્પલ પાસ થતા ગુણધર્મ પ્રમાણે પાણી પીવા લાયક હોવાનું સામે આવતા પાલિકા દ્વારા પ્રજાને ગેરસમજ દૂર કરી પાણી પીવામાં વપરાશ કરવા અપીલ કરાઈ છે.

કેનાલમાંથી નીચલા સ્તરનું પાણી આવતા કલરમાં ફેરફાર ,શુદ્ધ કરીને વિતરણ કરાય છે : પાલિકા પ્રમુખ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા પ્લાન્ટથી ખોરસમ કેનાલ સુધી તપાસ કરાઈ હતી.જેમાં ક્યાંય ભંગાણ નથી.ખોરસમ કેનાલમાંથી જ નીચલા સ્તરનું પાણી હાલમાં છોડાઈ રહ્યું હોય કલરમાં ફેરફાર દેખાય છે.પાલિકા દ્વારા સેમ્પલ લઈ રિપોર્ટ કરાવતા પાણી પીવા લાયક છે. આ પાણી ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરીને જ પ્રજાને આપવામાં આવી રહ્યું હોય ગેરસમજ દૂર કરી પીવામાં વપરાશ કરવા અપીલ કરી છે.

રોજ 3.70 લાખ લીટર પાણી પીવા માટે વિતરણ ફિલ્ટર પ્લાન્ટ સુપરવાઈઝર જાવેદભાઈએ જણાવ્યું હતું કે ફિલ્ટર પ્લાન્ટમાં બોટમાં પાણી ક્લોરિંગ અને શુદ્ધ કરી સમ્પમાં ભરી 4 મોટર મારફતે 10 લાખ લિટરની ટાંકીમાં ભરાયા બાદ શહેરનાં 10 પંપિંગ સ્ટેશન મારફતે શહેરના તમામ વિસ્તારમાં પાણી વિતરણ થાય છે.એક મિનિટમાં એક મોટર 4700 લીટર પાણી છોડે છે. કુલ 4 મોટર 1 મિનિટમાં 18800 લીટર,આમ 20 કલાક પ્લાન્ટ ચાલુ રહેતા રોજનું અંદાજે શહેરમાં 3.70 લાખ લીટર પાણી પીવા માટે વિતરણ થાય છે.

પાટણમાં પદ્મનાભ ચોકડી પાસે સાયફનમાં નર્મદાનું પીળા રંગનું પાણી આવી રહ્યું છે ખોરસમ સુફલાભ સુફલાભ કેનાલમાંથી નર્મદાનું પીળા રંગનું પાણી પાટણમાં પદ્મનાભ ચોકડી પાસે બનાવેલ સાયફનમાં આવે છે.જ્યાંથી પાણી કેનાલ મારફતે શહેરના ખાન સરોવરમાં જાય છે.અને સરોવરમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં લઇ વિતરણ કરાય છે..

Related posts

प्रॉजेक्ट के लागू बाद ३० करोड़ रुपये रकम बचायी : अहमदाबाद म्युनिसिपल प्रशासन की सिद्धि

aapnugujarat

डॉक्टरों को ३ साल ग्रामीण क्षेत्र में रहने के पत्र पर स्टे

aapnugujarat

एएमटीएस के ड्राइवरों की लगातार तीसरे दिन हड़ताल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1