Aapnu Gujarat
ગુજરાત

સાંપ્રા ગામ ના ખેડૂતે 25 વીઘામાં ઓર્ગેનિક બાગાયતી શક્કરટેટીનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યું

સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામના ખેડૂતે 25 વિઘામાં ઓર્ગેનિક શક્કરટેટી ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. સાંપ્રા ગામના ખેડૂત વિરસંગજી ધુડાજી ઠાકોર અને દિનેશજી ઠાકોર બંને ભાઈ 40 વિઘા જમીનમાં મોટાભાગે કપાસની ખેતી કરતા હતા પણ ડીસા તાલુકાના મિત્રની પ્રેરણા થકી 2020મા પહેલા વર્ષે 2 હેક્ટરમાં શક્કરટેટીનું વાવેતર કર્યું હતું. જેથી પહેલા વર્ષે રૂ.10 લાખની શક્કરટેટીનું વેચાણ થયું હતું.

અત્યારે ચાલુ વર્ષે 15 જાન્યુઆરીએ 25 વિઘામાં ઓર્ગેનિક અને ટપક પદ્ધતિથી શક્કરટેટીનું વાવેતર કર્યું છે અને ડ્રીપ દ્વારા ગૌમૂત્ર અને લીંબોડીનુ દ્વાવણ કરી ખાતર આપવામાં આવે છે. શક્કરટેટીની વીણી 60 દિવસે ચાલુ થઈ જાય છે. જેથી દરરોજ 6 થી 7 ટન શક્કરટેટીનું વેચાણ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં થાય છે.

શક્કરટેટીની વાવેતરની પ્રેરણા ડીસાના મિત્રએ આપી વિરસંગજી ઠાકોરે જણાવ્યું હતું કે ડીસાના મારા મિત્ર સાથે મારી જમીનમાં 2 હેક્ટરમાં શરૂઆતમાં ભાગીદારીમાં ખેતી કરી હતી જેથી સારી ઉપજ મળતા અમે શક્કરટેટીની ખેતીમાં બીજા વર્ષે અમે જાતે મહેનત કરી વધારો કર્યો હતો જેથી આ વર્ષે 25 વિઘામાં શક્કરટેટીનું વાવેતર કર્યું છે.

જેમાં 6.30 લાખનો ખર્ચ થયો છે. જેમાં 8 એપ્રિલથી દરરોજ 6 થી 7 ટન શક્કરટેટીનું ઉત્પાદન થાય છે અને બજારમાં 15 રૂપિયે કિલોના ભાવે વેચાય છે અને ભાવમાં ઉતાર ચઢાવ રહે છે તેવું જણાવ્યું હતું. ખેતી માટે નિંદામણ દૂર કરવા અને ખેડ માટે હરિયાણાથી ઓનલાઈનરૂ.60 હજારમાં મીની ટ્રેકટર લાવ્યું છે.

બાગાયતી ખેતીમાં સરકાર થકી સબસિડી અને લાભો બાગાયત અધિકારી નાયબ નિયામક પાટણ મુકેશ ગાલવાડીયાએ જણાવ્યું હતું કે સરસ્વતી તાલુકામાં દેલિયાથરા, ઉંદરા,સરિયદ, અઘાર,ચોરમારપુરા અને સાગોડીયાના ખેડૂતો અલગ અલગ બાગાયતી ખેતી કરી કમાણી કરે છે. જેમાં સાંપ્રાના એકજ ખેડૂતે સરસ્વતી તાલુકામાં શક્કરટેટીનું 25 વિઘામાં વાવેતર કર્યું છે. બાગાયતી ખેતીમાં સરકાર થકી સબસિડી અને લાભો મળે છે

Related posts

कनाडा भेजने की लालच देकर १२.५० लाख की धोखाधड़ी

aapnugujarat

ભાજપના મળતીયા દ્વારા ગૌચરની જમીન પર કબજો : મનીષ દોશી

aapnugujarat

નડિયાદમાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1