Aapnu Gujarat
ગુજરાત

નડિયાદમાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત

નડિયાદમાં મરીડા રોડ પરના રીંગ રોડ પર ગતરાત્રે દારૂની હેરાફેરી કરતી ટ્રકે એક બાઈકને અડફેટે લીધી હતી. જેમાં મોટરસાયકલ સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, ગળતેશ્વર તાલુકાના સુખીની મુવાડી ગામે રહેતા અને નડિયાદ એસટી વર્કશોપમાં નોકરી કરતા ખુમાનસિંહ રતનસિંહ ઝાલા ગતરાત્રે નવ વાગ્યાના સુમારે મોટરસાયકલ લઈને નોકરી આવી રહ્યા હતા. તે દરમિયાન મરીડા રીંગ રોડ પર સામેથી આવતી બેકાબૂ ટ્રકચાલકે ઉપરોક્ત મોટરસાયકલને ટક્કર મારી હતી. તેથી મોટરસાયકલ ચાલક ખુમાનસિંહ ઝાલા બાઈક સાથે રોડ પર પટકાયા હતા અને ત્યાં જ તેમનું મોત નીપજ્યું હતું.
આ બાદ ટ્રકચાલક ત્યાંથી વાહન લઇને ફરાર થઈ ગયો હતો. જો કે, થોડે દૂર પોલીસ ચોકી જોતા આ પહેલાં જ ટ્રકચાલકે ટ્રક સાઈડમાં પાર્ક કરી ફરાર થયો હતો.
આ બાદ આ ટ્રકનો કબ્જો પોલીસે મેળવી ટ્રકમાં કાળા કલરની તાડપત્રી હટાવી તપાસ કરતા અંદરથી મારબ્લી પાવડરની બોરીઓ મળી આવી હતી. આ બોરીઓને ઉઠાવી જોતાં અંદર વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી.
આ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને ગણતરી કરતા રૂપિયા ૧.૫૬ લાખનો વિદેશી દારૂ તેમજ મારબ્લી પાવડરની બોરીઓ નંગ ૬૨૦ કિંમત રૂપિયા ૪૬ હજાર ૫૦૦ અને ટ્રક મળી કુલ રૂપિયા ૭.૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે. ટાઉન પોલીસે અકસ્માત અને પ્રોહિબિશન એમ બે જુદી જુદી હ્લૈંઇ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સાબરકાંઠામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

લીંબડી ખાતે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો સન્માન સમારોહ યોજાયો

editor

વેપારીના ૧૫ લાખ લઇ ઘરઘાટી રફુચક્કર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1