Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : ચૂંટણી એટલે રાજકારણ : કલમ-૩૫૬નો ઉપયોગ પક્ષીય રાજકારણ : શિડ્યુલ્ડ કાસ્ટસ ફેડરેશનના કાર્યકર્તાની સભાને સંબોધન

ચૂંટણી એટલે રાજકારણ
હવે કાર્યકર્તાઓની એવી માન્યતા થઈ ગઈ છે કે ચૂંટણી એટલે રાજકારણ. ચૂંટણી સિવાય રાજકારણનો બીજો કોઈ અર્થ નથી, એવું જ દેખાઈ રહ્યું છે. આથી ચૂંટણીના સમયે ટિકિટ મેળવવાની હોડ જામે છે તથા ચૂંટણી પૂરી થઈ ગયા પછી આપણે ફરી ચૂપચાપ બેસી જઈએ છીએ. પરંતુ સમાજજીવનમાં રાજકારણનું સ્થાન બહુ ઓછી માત્રામાં છે, રાજકારણ જ સર્વસ્વ નથી.
(મરાઠાવાડ શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન તરફથી મરાઠાવાડાના કાર્યકર્તાઓની સભામાં બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલું ભાષણ, જુલાઈ ૧૯૫૩)

કલમ-૩૫૬નો ઉપયોગ પક્ષીય રાજકારણ
કૉંગ્રેસ સરકારે કલમ ૩૫૬નો ઉપયોગ પક્ષીય રાજકારણને લીધે કર્યોછે. આ ખોટું પગલું છે, આ થવું જોઈએ નહીં. આવું ઘણીવાર કર્યું છે અને લોકોને શંકા છે કે સરકાર આ કલમનો ઉપયોગ પોતાના પક્ષની સત્તા જાળવી રાખવા કરી રહી છે. આપણે રાષ્ટ્રની અખંડિતતા જાળવી રાખવાની છોે, પરંતુ કેવી રીતે થશે ?

શિડ્યુલ્ડ કાસ્ટ્‌સ ફેડરેશનના કાર્યકર્તાની સભાને સંબોધન
આપણે આપણી ધ્યેયપ્રાપ્તિ માટે બીજાઓ સાથે સંબંધ રાખવો પડશે. કોની સાથે સંબંધ રાખવો એ હું પછીથી કહીશ. જે લોકો આપણું ભલું ઈચ્છે છે. એ લોકો આપણાં મિત્ર રહેશે. રાજકારણમાં ઝઘડાઓ તો થવાના જ, તે ભૂલી જવાની ટેવ રાખવી જોઈએ. એ ઝઘડાનાં બીજ મનમાં રાખશે અને તેની વૃદ્ધિ મનમાં થયા જ કરશે. આવો સ્વભાવ સારો નથી. મારું હૃદય નિર્મળ છે. આમ છતાં મને પણ બીજા સાથે મતભેદ હોય છે. પરંતુ હું તેને જલદીથી ભૂલી જાઉં છું. માણસનું મન ફૂલ જેવું સ્વચ્છ અને પ્રફુલ્લિત હોવું જોઈએ.
(શિડ્યુલ્ડ કાસ્ટ્‌સ ફેડરેશનના કાર્યકર્તાની સભા, મુંબઈ, ૨૬ ઑક્ટોબર, ૧૯૫૪ ‘જનતા’ સાપ્તાહિક : ૦૬ નવેમ્બર, ૧૯૫૪)

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

હાર્દિક હવે પહેલા જેવો જાયન્ટ કિલર રહ્યો નથી

aapnugujarat

અલવિદા અહેમદ પટેલ : તાલુકા અધ્યક્ષથી સોનિયા ગાંધીના સલાહકાર સુધી

editor

ईद पर मिठाईयां: क्या पाकिस्तान से दुश्मनी सिर्फ चुनाव तक ही थी..?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1