Aapnu Gujarat
ગુજરાત

પોરબંદરમાં ચણાની રૂા.૪૦ કરોડની ખરીદી : ૧લી માર્ચથી સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી હતી

પોરબંદર જિલ્લામાં ગત વર્ષે સારો વરસદા પડ્યો હતો. જિલ્લામાં રવિ પાકનું વાવેતર ૮૪ હજાર હેકટરમાં કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ અંદાજે પ૩ હજાર હેકટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્્યું હતું. સૌથી વધુ ચણા પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લામાં ૧લી માર્ચથી સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી હતી. તા.૧૩ એપ્રિલ સુધી ના આકડા ઉપર નજર કરીએ તો અંદાજે પોરબંદર જિલ્લામાં રૂા.૪૦ કરોડના ચણાની ખરીદી કરવામાં આવી છે. એટલે કે પોરબંદર, રાણાવાવના ખેડૂતો પાસેથી આંદાજે ૯પ૬૭૧ ગુણી અને કુતિયાણા તાલુકાના ખેડૂતો પાસેથી ૮૮૪૩૩ ગુણી ગણાની ખરીદી કરવામાં આવી છે અને હજુ પણ ચણાની ખરીદી ચાલુ છે.
પોરબંદર જિલ્લામાં ગયા વર્ષે અનરાધાર વરસાદ વરસ્યો હતો. પોરબંદરને પાણી પુરૂ પાડતા ખંભાળા અને ફોદાળામાં પણ પાણીની ભરપૂર આવક જોવા મળી હતી. જેના કારણે હાલ પણ આ ડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણી જોવા મળી રહ્યું છે. ગત વર્ષે પોરબંદર તાલુકાના ગામડાઓમાં પણ સારો એવો વરસાદ પડતા રવિપાકનું વાવેતર પણ ખૂબ સારૂ થયું છે. પોરબંદરના ઘેડના ચણા ખૂબજ પ્રચીલીત છે. કારણ કે ઘેડ પંથકમાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થાય છે. ઘેડ પંથકમાં સારો એવો વરસાદ પણ પડે છે અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમોના પાણી પોરબંદરના ઘેડ પંથકમાંથી નીકળે છે. વરસાદ સારો હોવાના કારણે ઘેડના ગામડાઓમાં પણ ફરી વળે છે. જેના કારણે ચણાનો પાક સારો એવો થાય છે. પોરબંદરમાં સરકાર દ્વારા ચણાની ખરીદીને લઇને સૌ પ્રથમ રજીસ્ટે્રશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રજીસ્ટે્રશનના આંકડા ઉપર નજર કરીએ તો પોરબંદર-રાણાવાવ તાલુકાના કુલ ૬૭૦૦ની આસપાસ રજીસ્ટે્રશન થયું છે તો કુતિયાણા તાલુકાનું ૪૦૦૦ થી વધુ રજીસ્ટે્રશન કરવામાં આવ્યું છે. આમ જિલ્લામાં કુલ ૧૧ હજાર આસપાસ ખેડૂતોએ રજીસ્ટે્રશન કરાવ્યું છે. સરકાર દ્વારા પોરબંદરના માર્કેટીંગ યાર્ડ ખાતે તેમજ કુતિયાણા તાલુકામાં નક્કી કરાયેલા સ્થળ પર ચણાની ખરીદી ૧લી માર્ચથી શરૂ કરવામાં આવી હતી. હાલ ખેડૂતો પાસેથી કેટલા ગુણી ચણાની ખરીદી કરવામાં આવી છે તેની વાત કરીએ તો પોરબંદર-રાણાવાવ તાલુકામાં ૬૭૦૦ ખેડૂતોએ રજીસ્ટે્રશન કરાવ્યું છે ૧૩ એપ્રિલ સુધીમાં ર૭૩૦ જેટલા ખેડૂતોને માર્કેટીંગ યાર્ડ ખાતે બોલાવવામાં આવ્યા છે જે પૈકી કુલ ર૩૯૮ ખેડૂતો આવ્યા છે. જે ખેડૂતો પાસેથી અંદાજે ૯પ૬૭૧ ગુણી ચણાની ખરીદી કરવામાં આવી છે. જેની કિંમત અંદાજે રૂા.રપ કરોડ અને ૧૭ લાખ જેવી થાય છે તો બીજી તરફ કુતિયાણા તાલુકામાં ખરીદીની વાત કરીએ તો ૪૦૦૦થી વધુ ખેડૂતોએ રજીસ્ટે્રશન કરાવ્યું હતું. જે પૈકી રરર૮ ખેડૂતોને બોલાવવામાં આવ્યું હતું. જેમાંથી ર૧૭૬ ખેડૂતો પાસેથી ૮૮૪૩૩ ગુણી ચણાની ખરીદી કરવામાં આવી છે. જેની કિંમત રૂા.૧૩ કરોડ અને ૮૯ લાખ જેવી થાય છે. કુતિયાણા તાલુકામાં છેલ્લા ૧પ દિવસમાં પણ ખરીદી કરવામાં આવી છે જેના આંકડા હજુ આવ્યા નથી. અંદાજે પોરબંદર જિલ્લામાં કુલ રૂા.૪૦ કરોડની ચણાની ખરીદી કરવામાં આવી છે. હજુ પણ આ ખરીદી ચાલુ છે.

Related posts

ઠક્કરનગરમાં વેપારીની છરીના ઘા મારીને ક્રૂર હત્યાથી ચકચાર

aapnugujarat

 મહેન્દ્રસિંહ વાઘેલાએ કેસરિયો ઉતાર્યો

aapnugujarat

કેસર કેરીના ભાવ વધશે

editor

Leave a Comment

UA-96247877-1