Aapnu Gujarat
ગુજરાત

 મહેન્દ્રસિંહ વાઘેલાએ કેસરિયો ઉતાર્યો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી પોતાનું રાજીનામું આપી દીધું છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળો અનુસાર શંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલા બંન્નેનું એનસીપીમાં જોડાવાનું નક્કી મનાઈ રહ્યું છે. ત્યારે આગામી ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થવાની શક્યતાઓ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ વાઘેલા અષાઢી બીજના દિવસે જ ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મહેન્દ્રસિંહને કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક ભાજપી નેતાઓ હાજર રહ્યા હતા.
આ અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી. પરંતુ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગુજરાત આગમન સમયે જ ભાજપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહે ગત વર્ષના ઓગસ્ટ માસમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
બીજેપીમાં પ્રવેશ કર્યા બાદ મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પાર્ટી કહેશે તે કરીશ, કોંગ્રેસ ક્યારેય ઉભી થશે નહીં. આ પહેલા કોળી મતો અંકે કરવા બાવળિયાને લાવ્યા બાદ હવે મહેન્દ્રસિંહ વાઘેલાને પાર્ટીમાં લાવીને ક્ષત્રિય વોટબેંક મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

કોલસાના અછતથી ઉત્તર ગુજરાતમાં વીજકાપ

editor

अहमदाबाद हेरिटेज : दो गैर गुजराती की मेहनत रंग लाई

aapnugujarat

કોંગ્રેસ-પાસનું ષડયંત્ર પાટીદારો ચલાવી લેશે નહીં : નીતિન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1