Aapnu Gujarat
Uncategorized

બનાસકાંઠાના વડગામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જ્યંતિ ઉજવાઈ

બનાસકાંઠાના વડગામ ખાતે આજરોજ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મ જન્મ જ્યંતિ નિમિત્તે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સમરસતા સંમેલન અને સન્માન યાત્રાનું આયોજન કરાયું તું. વડગામ તાલુકાના લીંબોઈ રોડ પર સમરસતા સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ. પ્રદ્યુમન વાજા, અનુ. સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્ય સભા સાંસદ દિનેશભાઇ અનાવાડીયા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે ‘આજની સામાજિક સમરસતામાં સંખ્યાબળ જાેતાં દરેક સમાજની હાજરી હકારાત્મક હતી. આજે ખરા અર્થમાં અહીં સામાજિક એકતાના દર્શન થયા. મહાન સામાજિક સુધારક બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાના માટે અને આવનારી પેઢીના તમામ મોરચે સામાજિક ઉથ્થાન માટે આગળ આવે તેવો દરેક વ્યક્તિનો ન્યાયિક પ્રયત્ન છે, જે રીતે બાબા સાહેબે બંધારણ ઘડ્યું હતું તેમની દીઘદ્રષ્ટિર્ની પણ આજે દરેક મંચ પરથી પ્રશંસા થવી જાેઈએ. ભારતની અખંડિતતા ને પૂર્ણ સમર્થન કરતું આપણું બંધારણ વિશ્વ વિખ્યાત છે. અનેક દેશોએ ગુલામીમાંથી મુક્તિ મેળવ્યા બાદ પોતાના બંધારણો બનાવ્યા હતાં પણ આવા બંધારણો ટૂંકા ગાળામાંજ તૂટી ગયાં હતા અને એવા અનેક દેશોમાં સરમુખત્યારશાહી શાસન લાગુ પડ્યું હતું. જાેકે આપણું બંધારણ મજબૂત હતું. જાેકે કેટલાક લોકોએ કટોકટી લાદી તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો અને સત્તા મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો જે નિષ્ફળ સાબિત થયો હતો કેમકે બાબા સાહેબ રચિત બંધારણ અભેદ કિલ્લા સમાન મજબૂત હતું. આજે આજના આ પ્રસંગે રાષ્ટ્ર સમર્પિત બાબાસાહેબને કોટિકોટિ વંદન સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. તેમણે જણાવ્યું હતું કે, અનુસુચિત જાતિની આવક મર્યાદા જે ૨.૫૦ લાખ હતી તેને વધારી દઈને હવે ૬ લાખ કરી દેવામાં આવી છે. ઉપરાંત વડગામ તેમજ જિલ્લામાં પાણીની જે સમસ્યાને લઈ મળેલી રજુઆતો પર યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરાશે. કાર્યક્રમની વિશેષતા એ હતી કે, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સામાજિક સમરસતા માટે કામ કરી અને જે સમરસાની મશાલ એવા વિશેષ મહાનુભાવોનું પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સન્માન કરાયું. અનુસુચિત જાતિના વ્યક્તિનું મૃત્યુ બાદ તેમના પરિવાર દ્વારા અંગદાન કરાયું આ ઈશ્વરીય કાર્ય બદલ અંગદાતાના પરિવારનું પણ સન્માન કરાયું હતું. આ ૧૩૧મી જન્મ જ્યંતિ નિમિત્તે પ્રદેશ અનુસુચિત જાતિ મોરચા દ્વારા બનાસકાંઠાના જિલ્લાનાં ૧૩૧ બાળકો માટે સુપોષણની કીટ દ્વારા સી.આર.પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૧૩૧ કિલો ફ્રુટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

અનુસુચિત જાતિ પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમન વાજા જણાવે છે કે, ૧૪ એપ્રિલ નિમિત્તે ૧૪ જગ્યાએ વિવિધ વિવિધ સમાજ દ્વારા બાબાસાહેબની સન્માનયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૪ એપ્રિલની ઉજવણી નિમિત્તે માત્ર ગુજરાતમાં ૧૪ સ્થાનો ઉપર સમરસ ભોજન સાથે ભીમ ભજનના કાર્યક્રમનું આયોજન કરી અને એપ્રિલ મહિનાને ભીમ વંદના તરીકે ઉજવવાનો ર્નિણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપા દ્વારા સામાજિક સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જન્મ જ્યંતિ નિમિત્તે શિક્ષણ મંત્રી અને કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને જિલ્લા પ્રભારી નંદાજી ઠાકોર તથા જિલ્લાના પ્રભારી સુરેશભાઈ શાહ, મોરચાના મહામંત્રી વિક્રમ ચૌહાણ, ગૌતમ ગેડીયા અને પ્રદેશ પદાધિકારીગણ જાેડાયા હતા. બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગુમાનસિંહ સાહેબ, પૂર્વમંત્રી શંકરભાઈ ચૌધરી, પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ, પૂર્વ કેન્દ્રીયમંત્રી હરિભાઇ ચૌધરી ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અને ભાજપના અલ્પેશભાઈ ઠાકોર, જિલ્લા મહામંત્રી ડાહ્યાભાઈ પીલિયાતર, કનુભાઈ વ્યાસ, કૈલાશભાઈ ગેલોત, ઉપપ્રમુખ રીટાબેન પટેલ, યુવા મોરચાના પ્રમુખ સાગર ચૌધરી, યુવા મોરચાના મહામંત્રી અલ્પેશભાઈ જાેષી સહિત મોટી સંખ્યામાં ભાજપ શીર્ષ નેતાગણ અને કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

Related posts

राजकोट नगर निगम चुनाव से पहले कांग्रेस को झटका

editor

सितंबर में मारुति की बिक्री 31 प्रतिशत बढ़ी

editor

હવે લડાખમાં ચીની જવાનોના ઘુસણખોરીના પ્રયાસો નિષ્ફળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1