Aapnu Gujarat
ગુજરાત

સૌર ઉર્જાથી લોકો મેળવી રહ્યા છે રાહત અને આર્થિક ફાયદો,

આપણા રોજિંદા જીવનમાં અનેક કાર્યોમાં વીજળીની જરૂર પડતી હોય છે. ત્યારે સમય સાથે મનુષ્યોનું વીજ વપરાશ વધી રહ્યું છે. તેવામાં હવે સૌર ઊર્જાની અહેમિયત સમજી સરકાર દ્વારા પણ સૌર ઊર્જા થકી વિદ્યુત ઉત્પાદન વધારવા પ્રયાસ કરાઈ રહ્યા છે. આ પ્રયાસોમાં જ ઘરો પર લગાડવામાં આવતા સોલાર રૂફટોપ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે કચ્છમાં આ રૂફટોપની માંગ પણ દિવસે ને દિવસે વધી રહી છે. મુખ્યત્વે કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીને કારણે પર્યાવરણને નુકશાન થાય છે. જેથી સરકારે રાજ્યમાં ગ્રીન એનર્જી ઉત્પાદન પર વધુ ભાર મુક્યો છે. આ માટે સરકારે સોલાર રૂફટોપ યોજના અમલમાં મુકી છે. આ યોજના શરૂ થઈ ત્યારથી લઈ અત્યાર સુધીમાં ભુજ સર્કલમાં 5150 ઘરોમાં વપરાશ માટે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી હોવાનું પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) કચેરી ખાતેથી જાણવા મળ્યું છે. સોલાર પેનલ લગાડવા માટે અને જાળવણી માટે સરકાર તરફથી 20થી 40 ટકા સબસીડી પણ આપવામાં આવી રહી છે. જેમાં 1 થી 3 કિલો વોટ સુધીમાં 40 ટકા, 3થી 10 કિલો વોટ સુધીમાં 20 ટકા સરકારી સબસીડી આપવામાં આવે છે. જ્યારે 10 કિલો વોટથી વધુમાં સબસીડી આપવામાં આવતી નથી. તો બીજી તરફ સમય સાથે જેમ મોંઘવારી વધી રહી છે તેવામાં લોકો પણ પોતાના વીજબીલનો ખર્ચ બાદ કરવા આ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે. ત્યારે હાલ કચ્છમાં સોલાર રૂફટોપ મેળવવા માટે છ મહિના સુધીની વેટિંગ પણ ચાલે છે, જેમાં અરજીના મહિનાઓ બાદ લોકોને ઇન્સ્ટોલેશન મળે છે. ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસીડેન્સીયલ સોલાર રૂફટોપ યોજના 2018 -19 થી શરૂ કરી છે. આ યોજનામાં સોલાર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસીડી અપાય છે. ફયુલની કિંમત પ્રતિદિન વધી રહી છે. તેના કારણે વીજળીની ખપત વધવાના કારણે કિંમતમાં પણ ભારે વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. રૂકટોપ સોલાર પીવી પેનલ્સ ઈમારતોને વીજળી પુરી પાડતી હોઈ ગ્રીડમાંથી ઓછી વીજળી ખરીદવાની જરૂર રહે છે, જેનાથી ઉર્જા ખર્ચમાં બચત થાય છે

Related posts

નયા ભારતનું નિર્માણ આ યુવાશકિતના સામર્થ્યથી થશે : મુખ્યમંત્રી

aapnugujarat

ગુજરાતની સરહદને આવરી લેતા પરિક્રમા પથ પ્રોજેક્ટના શ્રી ગણેશ, 2 હજાર કરોડના ખર્ચે થશે તૈયાર

aapnugujarat

નર્મદાના ફ્લોરાઈડ યુક્ત પાણીમાંથી મુક્તિ

editor

Leave a Comment

UA-96247877-1