Aapnu Gujarat
Uncategorized

સુરતમાં વધુ એક 5 વર્ષની બાળકી પીંખાઇ

સુરતમાં માસૂમ બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત બનતી આવી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી હતી જેમાં સુરતના પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.
બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તપાસમાં પાંચ વર્ષીય બાળકી શ્રમજીવી પરિવારની હોવાનું બહાર આવ્યું છે. અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની વિગતો સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અપહરણ બાદ દુષ્કર્મ અને બાદમાં માસૂમ બાળકી હત્યા કરી અવાવરૂ જગ્યા પર ફેંકી દીધી સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું બે ઈસમ દ્વારા મોડી રાત્રે 2વાગ્યાની આસપાસ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી જોકે આ બાળકીની હત્યા કરાયેલી લાશ ભૈયાનગરના પાર્કિંગ પ્લોટમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
આ ઘટનાની જાણકારી મળતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.. પરિવાર સાથે સુતેલી માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા માસૂમ બાળકી પરિવાર સાથે સૂતેલી હતી તે દરમિયાન જ તેનું બે ઈસમ દ્વારા પણ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે બીજા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવતાં સ્થાનિક લોકોનો પોલીસ સામે રોષ ભભૂકી ઊઠયો હતો.
આરોપી લલનસિંહ મધ્યપ્રદેશનો વતની અને મજૂરીકામ કરતો હોવાનું સામે આવ્યું છે…. પોલીસનું કહેવું છે કે બાળકીને ઉઠાવી જવાઈ હોવાની જાણ શ્રમિક પરિવારે પોલીસને કરી હતી. જેથી બાળકીને શોધવા માટે પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. એમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને હાલ પીએમ માટે મોકલી અપાયો છે. પોલીસે આરોપી લલનસિંહ, જે મધ્યપ્રદેશનો રહેવાસી છે તેને ઝડપી લીધો છે. હાલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..

Related posts

કાજોલ ફિલ્મ નિર્માણમાં ભાગ્ય અજમાવવા સજ્જ

aapnugujarat

હવે સાધુ સમાજે ભાજપ સામે બાંયો ચડાવી

aapnugujarat

વલસાડ પોલીસે ૭ બોગસ તબીબ ઝડપી પાડ્યા

editor

Leave a Comment

UA-96247877-1