Aapnu Gujarat
Uncategorized

વલસાડ પોલીસે ૭ બોગસ તબીબ ઝડપી પાડ્યા

કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સમાન્ય શરદી, ખાસી, તાવ હોય તો પણ અનેક લોકો નજીકના દવાખાને પહોંચી જતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં આજે પણ ઝોલાછાપ ડોક્ટરો ખૂણે ખાંચરે કોઈ પણ પ્રકારની પરવાનગી વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવ્યા છે.
ત્યારે આવા ઝોલાછાપ ડોક્ટરને પાઠ ભણાવવા માટે વલસાડ પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી અને તાલુકાના અલગ-અલગ વિસ્તારમાં રેડ પાડી કુલ ૭ જેટલા બોગસ ડોક્ટરો ઝડપી પાડ્યા છે. જેમની પાસે સારવાર આપવા માટેની કોઈ પણ ડીગ્રી નથી. તેઓ લોકોના આરોગ્ય સાથે સીધી રીતે ચેડા કરતા હતા.
વલસાડ પોલીસે બોગસ ડોક્ટરોને ઝડપી લેવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. અનેક સ્થળે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં વલસાડ રૂરલ વિસ્તારમાં આવેલા ગુંદલાવ ઉજ્જવળ નગરમાં ક્લીનીક ચલાવતા પપ્પુરામ કિશોર પ્રજાપતિને ત્યાં રેડ કરી ઝડપી લીધો હતો. જેની પાસેથી યુનાની દવાઓ અને એલોપેથી દવાઓ મળી કુલ ૩,૩,૭૭નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
વલસાડ સીટી પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા ધોડિયા તળાવ વિસ્તારમાં ઋષભ ક્લીનીક ચાલવતા ત્રિભુવનદાસ રામબોધ તિવારીને ત્યાં રેડ કરતા ૩૮૪૬ની દવા સહીતનો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો.

Related posts

સીપ્લેન નિયમિત રીતે ઉડે એટલે રિવરફ્રન્ટ પર મોનિટરિંગ સ્ટેશન બનશે

editor

પ્રભાસપાટણ હોમગાર્ડઝ યુનિટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

કેમ્પ હનુમાન મંદિર અન્ય જગ્યાએ ખસેડવાની અરજી હાઇકોર્ટે ફગાવી

editor

Leave a Comment

UA-96247877-1