Aapnu Gujarat
ગુજરાત

અરવલ્લી એસઓજીએ સરકારી નોકરીના નામે ઠગાઇ કરનાર આરોપીઓ ઝડપ્યાં

જો તમે સરકારી નોકરી મેળવવા માટે વચેટિયાઓનો સહારો લેતા હોય તો ચેતી જજો. કેમ કે સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરતાં આરોપીઓનો પર્દાફાશ અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી.એ કર્યો છે. તેઓએ રાજ્યના ૬ જિલ્લામાંથી ૫૩ ઉમેદવારો પાસેથી ૫૯.૮૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. પોલીસે આ મામલે ૪ આરોપીઓની ધરપકડ કરી છે.
સરકારી નોકરી મેળવવા લાખો ઉમેદવારો દિવસ રાત મહેનત કરતા હોય છે. સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારોને સીધી નોકરી આપવાનું મોટું કૌભાંડ અરવલ્લી એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યું છે. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક વાત કરવામાં આવે તો શામળાજી પોલીસ સ્ટેશનમાં એક ઉમેદવાર દ્વારા નોકરીના બહાને ૩ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આી હતી. જે બાદ જિલ્લા પોલીસ દ્વારા એસ.ઓ.જી. પોલીસની વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાબતે એસ.ઓ.જી. પોલીસે ૫૩ જેટલાં ઉમેદવારો સાથે ઠગાઇ કરી ૫૯.૮૦ લાખ પડાવનાર ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ચાર આરોપીઓ સરકારી નોકરી મેળવવા માંગતા અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, દાહોદ, મહીસાગર અને ખેડાના ઉમેદવારો પાસેથી ૩-૩ લાખ રૂપિયા ઉઘરાવી સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે નિમણુંકપત્રો આપતા હતા. પોલીસ જાપ્તામાં આવેલા ચારેય શખ્સો સરકારી અધિકારીના ખોટા સહી-સિક્કાનો ઉપીયોગ કરી ખાણખનીજ વિભાગ, રેવન્યુ વિભાગ, સચિવાલય, હાઉસિંગ બોર્ડ અને પોલીસ વિભાગમાં નોકરી અપાવવા રૂપિયા પડાવતા હતા.
રાતોરાત કરોડપતિ બની જવાની લાલશામાં સરકારી નોકરી મવળવવા માંગતા ઉમેદવારો પાસેથી રૂપિયા પડાવી ખોટા નિમણુંકપત્રો આપનાર દાહોદના પાટિયાના સુરેશ રામસિંગ ભુરિયા, વડોદરાના અમિત સત્યેન્દ્રપ્રકાશ શર્મા, દાહોદના નંદવાના શૈલેષ બચુભાઇ ડામોર, અને સાબરકાંઠાના હિંમતનગર લાલા નાનજીભાઈ મેડાની ધરપકડ કરી સમગ્ર કૌભાંડમાં ઉપયોગમાં લેવાનાર પાંચ મોબાઈલ, લેપટોપ, નિમણુંકપત્રો સહિતનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ જિલ્લા પોલીસ વડા દ્વારા કોઈ પણ ઉમેદવાર આ ઠગ ટોળકીનો ભોગ બની હોય તો તાત્કાલિત પોલિસનો સંપર્ક કરવામાં જણાવવામાં આવ્યું છે.

Related posts

ભાનુશાળી હત્યા : ઘટનાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન

aapnugujarat

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘સ્વસ્થ મન, સમૃદ્ધ જીવન’  વિષય ઉપર 80મી પ્રવચનમાળા યોજાઇ

aapnugujarat

ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા નિયત કાર્યક્રમ મુજબ જ યોજાશે

editor

Leave a Comment

UA-96247877-1