Aapnu Gujarat
ગુજરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કેન્દ્રીય કમિટિમાં નિમણૂક

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કેન્દ્રીય કમિટિમાં થઇ નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે ”કોવિડ સામગ્રી”માં કર રાહત આપવા ”ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી છે. જેમાં કન્વીનર સહિત ૮ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૨૮ મેના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણના વડપણમાં જીએસટી કાઉન્સિલની ૪૩મીબેઠક મળી હતી. જેમાં કોવિડ સંબંધિત સામગ્રનીને ૩૧ ઓગસ્ટ સુધી ટેકસમાં છૂટ આપવાનો નિર્ણય લેવાયો હતો. સાથે તેના માટે મંત્રીઓના જૂથની રચના કરવામાં આવી હતી. કોરોના કાળમાં દોઢ વર્ષ બાદ જીએસટી કાઉન્સિલની પ્રથમ બેઠક હતી.
કેન્દ્રીય નાણા મંત્રાલયે ગઇકાલે ૨૯ મે ૨૦૨૧ના રોજ એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ કે કોવિડ-૧૯ની સારવાર માટે જરૂરી તબીબી ચીજવસ્તુઓની ખરીદી ઉપર ”ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ” (જીએસટી) માં ઉચિત રાહત આપવાના હેતુસર મેઘાલયના મુખ્યમંત્રી કોનરેડ સંગ્માના કન્વીનર પદે ”ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ”ની રચના કરવામાં છે.

Related posts

નારોલમાં સાતમા માળેથી પટકાતાં મહિલાનું મોત

aapnugujarat

भारतीय तटरक्षक बल ने पकड़ा इंडोनेशियाई पोत

aapnugujarat

ધ્રાંગધ્રામાં 30 લોકોને ફુડ પોઇઝનની અસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1