Aapnu Gujarat
Uncategorized

વધુ એક નરાધમને અંતિમ શ્વાસ સુધી સજા ફટકારતી સુરત કોર્ટ

ચાર વર્ષની માસૂમ બાળાને બિસ્કીટની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ગુનામાં કોર્ટે (Court) આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ (prison) ની સજાનો હુકમ કર્યો છે. બાળકી (child ) ના પિતાના ઓળખીતા યુવકે જ દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાને કોર્ટે પણ ગંભીરતાથી લીધી હતી. આ કેસ કોર્ટમાં ચાલતાં સરકારી વકીલ ઉમેશ પાટીલે દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા થાય તેમ કહ્યું હતું. બાળાની સાથે થયેલા દુષ્કર્મમાં ડીએનએ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, આ જેમાં આરોપી ગોપાલે દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાને સમર્થન મળ્યું હતું. આ કેસની વિગત મુજબ મુળ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના ખટોરા ગામના વતની અને સુરતમાં સચીન જીઆઇડીસીમાં શિવશક્તિ નગરમાં હેતા ગોપાલ ઉર્ફે કુબેર ઓમપ્રકાશ મોર્યસચીન જીઆઇડીસી વિસ્તારમાં પોતાના મિત્રના ઘરે આવ્યો હતો. અહીં ચાર વર્ષની બાળકી શૌચક્રિયા કરવા માટે ગઇ હતી અને તે પરત આવી ન હતી. થોડા સમય બાદ બાળા ઘરે આવી ત્યારે તે રડતી હતી, તેના ઘૂંટણ સુધી લોહી નીકળતું હતું. બાળકીની માતાએ તેણીને પુછ્યું ત્યારે કહ્યું કે, પપ્પા સાથે આવેલા અંકલ મને તેની રૂમમાં બિસ્કીટ, ચોકલેટ અને નમકીન આપવાની લાલચ આપી લઇ ગયા હતા અને મારી સાથે બદકામ કર્યું. આ બાબતે બાળકીના પિતાને વાત કરતા તેઓએ ગોપાલને બોલાવ્યો હતો. ગોપાલે ભુલ થઇ ગઇ હોવાનું કહ્યું હતું, પરંતુ ત્યાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને તેઓએ ગોપાલને માર મારીને પોલીસને સોંપી દીધો હતો. સચીન જીઆઇડીસી પોલીસે ગોપાલની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ઉમેશ પાટીલે દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા થાય તેમ કહ્યું હતું. બાળાની સાથે થયેલા દુષ્કર્મમાં ડીએનએ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, આ જેમાં આરોપી ગોપાલે દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાને સમર્થન મળ્યું હતું. આ ઉપરાંત બાળકીના મોટાભાઇની જુબાની તેમજ બાળાની પોતાની જુબાની પણ મહત્ત્વની સાબિત થઇ હતી.

Related posts

પાલિતાણામાં કતલખાના તરત બંધ કરાવવા માંગ

aapnugujarat

दिल्ली कोर्ट से ईडी को चिदंबरम को गिरफ्तार करने की इजाजत मिली

aapnugujarat

વિસાવદર નજીક વધુ એક ત્રણ વર્ષના સિંહનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1