Aapnu Gujarat
રમતગમત

ભારત શ્રીલંકાના પ્રવાસ પછી ૩ મહિનામાં ઘરઆંગણે ૨૩ ઇન્ટરનેશનલ મેચ રમશે

શ્રીલંકા પ્રવાસ પછી ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ ટીમો સામે ઘર આંગણે સીરિઝ રમશે. ટીમ ઇન્ડિયાનો સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી ૨૩ ઇન્ટરનેશનલ મેચ રમશે. આ મેચમાં બે નવા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ ભારતનો પ્રવાસ કરશે.બીસીસીઆઇના નવા કાર્યક્રમ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમ ઘરેલુ સીઝનમાં સપ્ટેમ્બરના અંતથી ઓક્ટોબર સુધી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પાંચ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમશે.તે બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ૩ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમશે. ન્યૂઝીલેન્ડ સામેની આ શ્રેણી ઓક્ટોબરથી શરૂ થઇ નવેમ્બરની શરૂઆતમાં પૂર્ણ થઇ જશે.ભારતીય ટીમ તે બાદ ફરી નવેમ્બરથી ડિસેમ્બર સુધી શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ ટેસ્ટ, ત્રણ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમશે.શ્રીલંકા સામે ભારત કોલકાતા, દિલ્હી અને નાગપુરમાં ત્રણ ટેસ્ટ રમી શકે છે. બીસીસીઆઇએ પીટીઆઇને કહ્યું, ’અહી ૨૩ ઘરેલુ મેચ રમાવા જઇ રહી છે. જેમાં ત્રણ ટેસ્ટ મેચ ૧૧ વન ડે અને ૯ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ રમાશે. આ મેચ માટેના તમામ વેન્યૂ નક્કી થઇ ગયા છે.અસમના બાર્સાપાડા અને તિરૂવનંતપુરમનું ગ્રીન ફિલ્ડ સ્ટેડિયમ નવા ટેસ્ટ વેન્યૂના રૂપમાં શરૂઆત કરશે.

Related posts

બોલ ટેમ્પરિંગ : ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પણ આઘાતમાં

aapnugujarat

કપિલ દેવ અને શ્રીનાથની ક્લબમાં સામેલ થયો ઉમેશ યાદવ

aapnugujarat

મોહમ્મદ કૈફે નિવૃત્તિની કરી જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1