Aapnu Gujarat
National

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાંસદો સાથે ચર્ચા કરી, સાંસદો સાથે ચર્ચા કરી ગુજરાતના પ્રશ્નો અંગે મેળવી જાણકારી

અત્યાર સંસદ સત્ર ચાલી રહ્યું છે ત્યારે તેને લઈને સાંસદો દિલ્હી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના સાંસદો સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદીએ સાંસદો સાથે ચર્ચા કરી હતી.

જેઓએ ગુજરાતના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તાજેતરમાં જ તેમનો ગુજરાત સાથેનો બે દિવસનો પ્રવાસ રહ્યો હતો ત્યારે તેમણે અહીં આવી તમામ પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી ત્યારે ફરી વડાપ્રઘાને ગુજરાતનો ચિતાર સાંસદો પાસેથી જાણ્યો હતો અને વિવિધ જિલ્લાઓના પ્રશ્નો અંગે સાથે બેસીને તેમણે ચર્ચા કરી હતી. આ માટે સાંસદોને વડાપ્રધાન નિવાસ સ્થાને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

માન્ય સંસદ સત્રમાં દરેક રાજ્યના સાંસદો સાથે વડાપ્રધાન મોદી ચર્ચા કરતા હોય છે અને સ્થાનિક કક્ષાની સમસ્યાઓને જાણતા હોય છે ત્યારે આ વખતે ગુજરાતના સાંસદો સાથેની મહત્વની બેઠક યોજાઈ હતી.

અમિત શાહ સહીતના ગુજરાતના સાંસદો પ્રઘાનમંત્રી નિવાસ સ્થાને હાજર રહ્યા હતા અને ગુજરાતના પ્રશ્નો અંગે તેમણે તેમની સાથે મળીને વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સાથે કેટલાક જરૂરી સૂચનો અને માર્ગદર્શન વડાપ્રધાન મોદીએ આપ્યું હતું.

Related posts

Russia Ukraine War Effect: પીયૂષ ગોયલે આપી માહિતી, રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતને થશે મોટો ફાયદો..

aapnugujarat

ઉત્તરાખંડના સીએમએ કરી વડાપ્રધાન મોદીની તુલના ભગવાન રામ અને કૃષ્ણ સાથે

editor

જમ્મુ-કાશ્મીરમાં આફતનો વરસાદ

editor

Leave a Comment

UA-96247877-1