Aapnu Gujarat
ગુજરાત

પાટીદારો બાદ આ સમાજના અગ્રણીઓએ પણ સરકાર પાસેથી તેમના પર લાગેલા કેસો પાછા ખેંચવાની માંગ કરી

પાટીદારો બાદ હવે કરણી સમાજના અગ્રણીઓએ પણ સરકાર પાસેથી તેમના પર લાગેલા કેસો પરત લેવાની માંગ કરી છે. પાટીદાર અનામત આંદોલન સમયે જે રીતે તેમના પર લગાલે એક પછી અેક કેસો પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને બે દિવસ પહેલા જ 10 કેસો પાટીદાર પરના પરત ખેંચવામાં આવ્યા છે.

ત્યારે અગાઉ કરણી સેનાએ પણ પદ્માવત ફિલ્મને લઈને રોષે ભરાઈ હતી. જેમાં ફિલ્મબાબતે પણ મામલો બિચકાતા કેટલાક યુવાનો પર પોલીસ કેસ થયા હતા.ત્યારે પાટીદારોની જેમ રાજપૂત કરણી સેના તેમના પર લાગેલા આ કેસો પરત ખેંચવા માટે માંગ કરી રહી છે.

કરણી સેના વતી કરણીસેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા મુખ્ય મંત્રી અને ગૃહમંત્રીને આ અંગે રજૂઆત કરી હોવાની વાતો સૂત્રો પાસેથી જાણવા મળી હતી. કરણી સેના તરફથી મળતી માહિતી મુજબ ક્ષત્રિય યુવાનો પર પણ કેસો કરવામાં આવ્યા છે અમે રજૂઆત કરતા વિજય રૂપાણીની એ સમયની સરકારે આ કેસો પાછા ખેંચવા માટે બાહેધરી આપી હતી ત્યારે અમારા યુવાનો પર લાગેલા કેસો પરત ખેંચવા સરકાર સમક્ષ માંગ કરી છે.
More news to explore

Related posts

સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીથી ફાઇલ લાપતા થઈ

aapnugujarat

ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે

aapnugujarat

હવે આરટીઓમાં કર્મીઓ કામને લઇ ભારે ઉદાસીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1