Aapnu Gujarat
ગુજરાત

કાશ્મીર ફાઈલ ફિલ્મએ તોડ્યા અનેક રેકોર્ડ : 20 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ 13 દિવસમાં 200 કરોડની ક્લબમાં સામેલ થઈ

11 માર્ચના રોજ કાશ્મીર ફાઈલ દેશભરમાં રિલીઝ થઈ છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ ફિલ્મ એ મોટી કમાણી કરી છે માત્ર 13 જ દિવસમાં 200 કરોડથી વધુની કમાણી ફિલ્મે કરી હતી .

બીજા સપ્તાહમાં ફિલ્મે શુક્રવારે 19.15 કરોડ, શનિવારે 24.80 કરોડ, રવિવારે 26.20 કરોડ, સોમવારે12.40 કરોડ, મંગળવારે 10.25 કરોડ, બુધવારે 10.03 કરોડની કમાણી કરી હતી.

ઓછા બજેટમાં બનેલી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સ બોક્સ ઓફિસ કમાણીની બાબતમાં ધમાલ મચાવી રહી છે. રોજ નવા રેકોર્ડ સર્જી રહી છે. વિકેન્ડ સિવાય ફિલ્મે એક દિવસમાં સૌથી 15 થી વધુ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો શનિવાર અને રવિવાર વિકેન્ડ ટાઈમમાં એનાથી પણ વધુ કમાણી થઈ રહી છે. ફક્ત 20 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મએ અત્યાર સુધીમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની કમાણીના લેટેસ્ટ આંકડા શેર કર્યા છે. કોરોના મહામારીના યુગમાં સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફ઼િલ્મ બની ગઈ છે.

ભારતમાં આ ફિલ્મ 700 સ્ક્રિન્સ પર રિલીઝ થયેલી કાશ્મીર ફાઈલ્સ દેશની 4000થી વધુ સ્ક્રિન્સ પર ચાલી રહી છે.

આ ફિલ્મ રિલીઝ બાદ બીજા શુક્રવારે કમાણી મામલે બાહુબલી-2ની નજીક પહોંચી ગઈ હતી. બાહુબલી ધ કન્ફ્લુઝને બીજા શુક્રવારે 20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અગાઉ અનુપમ ખેર અને મિથુન ચક્રવર્કતી અભિનીત ધ કશ્મીર ફાઇલ્સને લઈને વડાપ્રધાને પણ પોતાનું નિવેદન આપ્યું છે તેઓ પણ ફિલ્મથી ગદ ગદ થયા છે.

Related posts

ઓખીની અસર હેઠળ ગુજરાતના ૭૪ તાલુકામાં વરસાદ નોંધાયો

aapnugujarat

नारोल में स्ट्रीट लाइट के करंट से परिवार के एक पुत्र की मौत

aapnugujarat

મગફળી કાંડ : ઝાલાવાડિયાની ઓડિયો કલીપથી ખળભળાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1