Aapnu Gujarat
Uncategorized

બીજેપી દ્વારા આજે ફરી વિરાંજલી કાર્યક્રમ યોજાશે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ રહેશે

દેશના શહિદ ક્રાંતિકારીઓની અમરગાથા રજુ કરતો વિરાંજલી કાર્યક્રમ 23 માર્ચના રોજ અમદાવાદમાં યોજાયો હતો ત્યારે આજે પણ ફરી આ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ તબક્કાવાર રાજ્યના અલગ-અલગ શહેરોમાં આ વિરાંજલી કાર્યક્રમ યોજાશે.

કોરોનાના કારણે બે વર્ષથી આ કાર્યક્રમ યોજાયો ન હતો. ચાલુ વર્ષે 23 માર્ચના રોજ કર્ણાવતી ક્લબ અને ત્યાર બાદ આજે 24 માર્ચે નિકોલ ખાતે આ ભવ્યાતિભવ્ય વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કર્ણાવતી ક્લબમાં 23મીએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે ફરી આજે તેઓ નિકોલ ખાતે હાજર રહેશે.

વિરાંજલી સમિતિ અને ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે વર્ષ 2008થી શહીદોને યાદ કરવાનો અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.

અમદાવાદમાં વસ્ત્રાપુરથી કૃણાલ શાહની સાથે મળી અને આ વિરાંજલી કાર્યક્રમની શરૂઆત 12 વર્ષ પહેલાં કરી હતી. સાણંદમાં મારા વતન બકરાણામાં નાના કાર્યક્રમની શરૂઆત આજે 13માં વર્ષે પણ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એક દિવસ દેશના શહીદ ક્રાંતિકારીઓને યાદ કરવાનો દિવસ છે.

વીરાંજલિ સમિતિના પ્રણેતા અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત, વીરાંજલિ સમિતિ દ્વારા આયોજીત “વીરાંજલિ” વતનના વિસરાયેલા વીરોની વાતને રજૂ કરતો તેમજ સાઈરામ દવે દ્વારા કંડારેલ વિઝ્યુયલ કાર્યક્રમ મલ્ટી મીડિયા-શો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વીરાંજલિ ગ્રાઉન્ડ, પૂજન બંગલો સામે, શુકન ચોકડી, નિકોલ ખાતે રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન યોજાશે.

Related posts

ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સોમનાથ મહાદેવ ના દર્શન પુજન ધ્વજારોહણ કર્યું

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા વેરાવળ ખાતે બોડી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

aapnugujarat

સેવા કેમ્પોમાં સ્વાઇન ફ્લૂ -પર્યાવરણ, સ્વચ્છતા અને ટ્રાફિક માટે સુરક્ષા-સજ્જતા કેળવવા ભુજ જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો અનુરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1