Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરાખંડના બારાહુતી વિસ્તારમાં ૨૦૦-૩૦૦ ચીની સૈનિકો ઘૂસ્યા

સિક્કિમ સરહદે ભારત તેમજ ચીન વચ્ચે તણાવ ચાલુ છે ત્યારે ઉત્તરાખંડના બારાહોતીમાં ભારતીય સરહદમાં ચીનના સૈનિકો દ્વારા ઘૂષણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ચીનની મુલાકાતના એક દિવસ પૂર્વે ૨૫ જુલાઈના સવારે ૯ વાગ્યે ચીની સૈનિકો ૮૦૦ મીટરથી એક કિ.મી સુધી સરહદમાં ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યા હતા. જો કે આઈટીબીપીના જવાનોએ વિરોધ નોંધાવતા પોડાશી દેશના સૈનિકો પરત જતા રહ્યા હતા.બારાહોતી સરહદે ભારતીય સેના તેમજ ચીનના સૈનિકો વચ્ચે પ્રવર્તમાન સમયે કોઈ વિવાદ નથી. ભારતે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ પ્રકારની ઘૂષણખોરીને સાંખી લેશે નહીં. લદ્દાખ અને સિક્કિમ સરહદે ચીનના સૈનિકો દ્વારા ઘૂષણખોરીનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. બારાહોતીમાં પ્રથમ વખત ચીન દ્વારા આવો પ્રયાસ કરાયો હોવાનું જણાયું છે.જાણવા મળી રહ્યું છે કે ચમોલી જિલ્લાના બારાહોતીમાં ચીનની સેનાના જવાનોએ ઘૂસણખોરી કરી.જાણકારી પ્રમાણે આ ઘૂસણખોરી ૨૬ જુલાઇના રોજ કરવામાં આવી હતી. જ્યાં આશરે ૨ કલાક સુધી ચાઇનીઝ સેનાના જવાન ભારતીય સીમામાં રહ્યા. ભારતીય સેનાના વિરોધ બાદ ચીનની સેનાએ પરત ફરવું પડ્યું હતું. જો કે ચમોલીની ડીએમએ આવી કોઇ ઘૂસણખોરી માટેની માહિતીને ના પાડી દીધી છે.આ ઘૂસણખોરી સવારે ૮.૩૦ વાગ્યાથી ૯.૩૦ વાગ્યાની વચ્ચે કરવામાં આવી હતી. ચાઇનીઝ સેનાના આશરે ૨૦૦-૩૦૦ જવાન ભારતીય સીમામાં ૨૦૦-૩૦૦ મીટર સુધી ઘૂસી આવ્યા હતા.૧ ઓગસ્ટએ ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીની ૯૦મી વર્ષગાંઠ છે. એના બે દિવસ પહેલા રવિવારે ચીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.નોંધનીય છે કે ડોકલામ વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. આ વિવાદ ૧૬ જૂનના રોજ ત્યારે શરૂ થયો, જ્યારે ઇન્ડિયન ટૂપ્સે ડોકલામ એરિયામાં ચીનના સૈનિકોને રસ્તો બનાવતાં રોકી દીધા હતા. જો કે ચીનનું કહેવું હતુ કે એ પોતાના વિસ્તારમાં રસ્તો બનાવે છે. આ વિસ્તારનું નામ ભારતમાં નામ ડોકા લા છે જ્યારે ભૂટાનમાં એને ડોકલામ કહેવામાં આવે છે.ચીન દાવો કરે છે કે એના ડોંગલાંગ રીજનનો ભાગ છે. ભારત-ચીનનો જમ્મુ-કાશ્મીરથ લઇને અરુણાચલ પ્રદેશ સુધી ૩૪૮૮ કિલોમીટર સુધી લાંબી બોર્ડર છે. એનો ૨૨૦૦ કિલોમીટર ભાગ સિક્કિમમાં આવે છે.ચીનના સૈનિકો ઉત્તરાખંડ સરહદે ઘૂષણખોરી કર્યા બાદ તે ક્ષેત્રને પોતાનું જણાવતા હતા પરંતુ ભારતીય જવાનોએ તે ભારતનો વિસ્તાર હોવાનું સ્પષ્ટ જણાવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે સિક્કિમના ડોકલામમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગત દોઢ માસથી તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. ડોલકામમાં ચીનના સૈનિકો દ્વારા માર્ગ બનાવવાનો ભારતે વિરોધ નોંધાવ્યો હતો. ભારત આ ઘટનાને સુરક્ષાના ખતરા તરીકે જુએ છે. ડોકલામમાં ઘૂષણખોરી બાદ ચાઈનિઝ મીડિયા અને સેનાએ ભારત સામે યુદ્ધની ધમકી પણ ઉચ્ચારી હતી. ભારતે ડોકલામ અંગે વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે આ મુદ્દે વાતચીતથી જ સમાધાન થઈ શકે તેમ છે.

Related posts

ફરી એકવાર કેદારનાથ ધામના રજિસ્ટ્રેશન પર 8 મે સુધી લાગી બ્રેક

aapnugujarat

જંતર-મંતર પર ધરણા કરી શકાશે

aapnugujarat

भाजपा राज में दलित-आदिवासियों का शोषण बढ़ा : कांग्रेस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1