Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે 73 મા પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમે રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી. કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી ટેબ્લો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રખાયા હતા.

આ કાર્યક્રમમાં રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવા માલમએ પરેડનું નિરીક્ષણ કરી ઝાલાવાડવાસીઓને પ્રજાસતાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી . જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધારાસભ્ય ધનજી પટેલ , જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા , જિલ્લા કલેક્ટર એ.કે. ઔરંગાબાકર , ડીએસપી મહેન્દ્ર બગડીયા સહીતના સુરેન્દ્રનગરના રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર શહેરીજનો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ગણતંત્ર દિવસની ઉજવણીમાં જવાહર ગ્રાઉન્ડ ખાતે રાજકીય આગેવાનો તેમજ સેવાભાવી સંસ્થાના આગેવાનો સહિત શહેરના અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા અને આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં નાના નાના ભુલકાઓમાં  દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો.

Related posts

सनसनीखेज नीलेश रैयाणी हत्या मामले में गोंडल के भाजपा विधायक जयराजसिंह को जेल जाना पड़ेगा

aapnugujarat

બાવળિયાને કાઢી બહાર ફેંકો, ખબર નહી કયાં વાગશે : સિદ્ધૂ

aapnugujarat

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને બેઠકનુ આયોજન

editor

Leave a Comment

UA-96247877-1