Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : વિદેશનીતિમાં પરિવર્તન જરૂરી : કૉંગ્રેસવાળાનો ખોટો પ્રચાર

વિદેશનીતિમાં પરિવર્તન જરૂરી
ભારતને જે દિવસે સ્વતંત્ર્તા મળી એ દિવસે ભારતનાં વિશ્વનાં બધાં રાષ્ટ્રો સાથે મિત્રતાપૂર્ણ સંબંધો હતા. બધાં ભારતનું ભલું ઈચ્છતા હતાં.
આજે ભારતની સ્થિતિ એકદમ વિપરીત છે, આજે ભારતનો કોઈ સાચો મિત્ર નથી. બધાં રાષ્ટ્રો ભારતના શત્રુ નથી, પરંતુ આજે છે, એના માટ કૉંગ્રેસની વિદેશનીતિ જવાબદાર છે.
(૧) કાશ્મીર અંગે કૉંગ્રેસની નીતિ જરાય નથી. (૨) ચીન અંગેની નીતિના કારણે અન્ય રાષ્ટ્ર આપણા શત્રુ બની ગયા છે. વિશ્વનું રક્ષણ કરનારી વિદેશનીતિ ભારતનું અહિત કરશે. આ ઘાતક વિદેશનીતિમાં જેમ બને તેમ ઝડપથી પરિવર્તન કરવું ભારતના હિતમાં છે.
(દલિત ફેડરેશનનો ચૂંટણી ઘોષણાપત્ર, ૧૯૫૧, ‘જનતા’ સામયિક, ૧૩ ઑક્ટોબર ૧૯૫૧)
કૉંગ્રેસવાળાનો ખોટો પ્રચાર
દલિત ફેડરેશન એ જાતિવાદી સંસ્થા છે. એવો પ્રચાર ૧૯૨૦થી કૉંગ્રેસવાળા કરી રહ્યા છે. માત્ર કૉંગ્રેસ જ જાતિવાદી નથઈ, એવો કૉંગ્રેસનો દાવો છે. કૉંગ્રેસના આગેવાનોને હું એ પૂછવા માંગુ છું કે, કૉંગ્રેસના આગેવાનો જાતિભેદમાં માનતા નથી. તો પછી તેમણે સમૂહભોજન, સમૂહલગ્ન જેવા કાર્યક્રમો કૉંગ્રેસ આગેવાનો વ્યવહારિક જીવનમાં લાવ્યા છે ખરાં ? અધિકારની જગ્યાઓ પર નિમણૂંક કરતી વખતે પોતપોતાની જાતિ તરફ જ જોવાની પ્રવૃત્તિ કૉંગ્રેસ આગેવાનોમાં ખૂબ જ ઊડીને આંખે વળગે તેવી દેખાઈ રહી છે. અસ્પૃશ્ય જાતિઓમાં હજારો પેટાજાતિઓ છે, પરંતુ તેને નાબુદ કરવા માટે અમે જેવો પ્રયત્ન કર્યો છે અને કરી રહ્યાં છીએ તેવો પ્રયત્ન કૉંગ્રેસી આગેવાનો કરે છે ખરાં ? જેમ નદીનું મૂળ અને ઋષિનું કુળ કોઈ પૂછતું કે જોતું નથી. એ જ પ્રમાણે અમે કાર્યક્રમ અને યોજનાઓ બનાવી કામ કરીએ છીએ.
(‘જનતા’ સાપ્તાહિક : ૧ ડિસેમ્બર, ૧૯૫૧)

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

२०१८ चौथा सबसे गरम साल रहा : अंतरिक्ष एजेंसी

aapnugujarat

ભારતીય ટીમ વિદેશી ધરતી પર સતત નિષ્ફળ કેમ થાય છે…!!?

aapnugujarat

હવે બિનપરિણિત મહિલાઓમાં કોન્ડોમનો ઉપયોગ વધ્યો : સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1