Aapnu Gujarat
બ્લોગ

હવે બિનપરિણિત મહિલાઓમાં કોન્ડોમનો ઉપયોગ વધ્યો : સર્વે

આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલા નવા રાષ્ટ્રીય આરોગ્ય સર્વેમાં કેટલીક નવી વિગત સપાટી પર આવી છે જેના કારણે ચર્ચા જોવા મળી રહી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬માં કહેવામાં આવ્યુ છે કે દેશમાં છેલ્લા એક દશકમાં બિનપરિણિત મહિલાઓમાં કોન્ડોમનો ઉપયોગ છ ગણો વધી ગયો છે. સુરક્ષિત સેક્સ માટેની દિશામાં મોટી સંખ્યામાં નિપરિણિતી જાતિય રીતે સક્રિય રહેલી મહિલાઓ વધી રહી છે. સર્વેમાં જાણવા મળ્યુ છે કે કોન્ડોમનો ઉપયોગ છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં ૧૫ વર્ષથી લઇને ૪૯ વર્ષની વયની જાતિય રીતે સક્રિય રહેલી બિનપરિણિત મહિલાઓમાં ે ટકાથી વધીને ૧૨ ટકા થઇ ગયો છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ૨૦-૨૪ વર્ષની વય ગ્રુપમાં કોન્ડોમનો ઉપયોગ સૌથી વધારે જોવા મળ્યો છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે આઠ પુરૂષો પૈકી ત્રણ પુરૂષો માને છે કે ગર્ભનિરોધક દવા વુમન બિઝનેસ તરીકે છે. સાથે સાથે પુરૂષે આને લઇને ચિંતા કરવી જોઇએ નહી. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ગર્ભનિરોધક દવાના ઉપયોગના મામલે દેશમાં પંજાબ પ્રથમ સ્થાને છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ૯૯ ટકા પરિણિત મહિલાઓ અને પુરૂષો (૧૫થી ૪૯ વર્ષની વય જુથ)ગર્ભદવાના કોઇ પણ એક સ્વરૂપને સારી રીતે જાણે છે. કોન્ટ્રાસેપ્ટિવ પ્રવલેન્સ રેટ પરિણિત મહિલાઓમાં ૫૪ ટકાની આસપાસ છે. હેવાલમાં વ્યાપક અભ્યાસ બાદ એમ પણ કહેવામાં આવ્યુ છે કે ૧૫થી ૪૯ વર્ષની વય જુથમાં બિનપરિણિત મહિલાઓમાં કોન્ટ્રાસેપ્ટિવ અથવા તો ગર્ભનિરોધક દવાનો ઉપયોગ ૩૪ ટકાની આસપાસ છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ૧૫-૪૯ વર્ષની વય ગ્રુપમાં જાતિય રીતે સક્રિય રહેલી મહિલાઓમાં કોન્ડોમનો ઉપયોગ વર્ષ ૨૦૦૫-૦૬માં બે ટકા હતો. જે હવે વધીને ૨૦૧૫-૧૬માં ૧૨ ટકા થઇ ગયો છે. સર્વે મુજબ મણિપુર, બિહાર અને મેઘાલયમાં ગર્ભનિરોધક દવાનો ઉપયોગ સૌથી ઓછો થાય છે. આવી જ રીતે પંજાબમાં સૌથી વધારે ઉપયોગ છે. આ ટકાવારી ૭૬ ટકા છે. સારા સમાચાર છે કે ગર્ભનિરોધક દવા અંગે માહિતી દેશમાં હવે સર્વસામાન્ય બની ગઇ છે. ૯૯ ટકા પરિણિત મહિલાઓ અને પુરૂષો કોઇ પણ એક પદ્ધિતીથી વાકેફ છે. જો કે આ વ્યાપક સુરક્ષિત સેક્સમાં પરિવર્તિત કરી શકાય નહી. મોટા ભાગની મહિલાઓ હજુ જુની પરંપરાગત પદ્ધિતીનો વધારે ઉપયોગ કરે છે.

Related posts

कश्मीर से पाक को बड़ा नुकसान

editor

HOME SWEET HOME

aapnugujarat

प्रणव दा : एक एक सीढ़ी चढ़ते हुए राजनीति के शिखर पर सत्तासीन हुए!

editor

Leave a Comment

UA-96247877-1