Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને ‘જમીન સરહદ કાયદો’ બનાવતા વિવાદ

ચીનના આ કાયદા મુજબ દેશ સમાનતા, પરસ્પર વિશ્વાસ અને મિત્રતાપૂર્ણ વાટાઘાટોના સિદ્ધાંતોનું પાલન કરતા પડોશી દેશો સાથે જમીન સરહદ સંબંધી મુદ્દાઓનો ઉકેલ લાવશે અને ઘણા સમયથી અનામત સરહદ સંબંધી મુદ્દાઓ અને વિવાદોના યોગ્ય સમાધાન માટે વાટાઘાટો હાથ ધરશે. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ૩,૪૮૮ કિ.મી.ના ક્ષેત્રમાં છે જ્યારે ભૂતાન સાથે ચીનનો વિવાદ માત્ર ૪૦૦ કિ.મી.ની સરહદ અંગે છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ગયા સપ્તાહે કહ્યું હતું કે પૂર્વીય લદ્દાખમાં એલએસી પરના ઘટનાક્રમોની સરહદીય ક્ષેત્રોમાં શાંતિ પર ગંભીર રીતે અસર થઈ છે અને સ્વાભાવિક રીતે તેની બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર પણ અસર થઈ છે. દરમિયાન ભારતીય સૈન્યના ટોચના કમાન્ડર્સ પૂર્વીય લદ્દાખ સહિત ચીન સાથે એલએસી પરના સંવેદનશીલ વિસ્તારોમાં દેશની સલામતી અંગેના પડકારોની વ્યાપક સમિક્ષા કરશે. આ માટે દિલ્હીમાં સોમવારથી ચાર દિવસની એક પરિષદ યોજાઈ રહી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ કમાન્ડર્સ છેલ્લા કેટલાક સપ્તાહમાં કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીરમાં નાગરિકોની હત્યાની પૃષ્ઠભૂમિમાં અહીં સલામતી વ્યવસ્થાની પણ સમિક્ષા કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સૈન્ય વડા જનરલ મનોજમુકુંદ નરવાણે અને ટોચના કમાન્ડર્સ પૂર્વીય લદ્દાખમાં યુદ્ધ માટે ભારતની તૈયારીઓની સમિક્ષા કરશે. ઉપરાંત સૈન્ય કમાન્ડર્સ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના સત્તા પર આવવાથી ભારત અને ઉપખંડમાં સલામતી પર થનારી સંભવિત અસરોની પણ ચર્ચા કરશે. આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ સૈન્યની વર્ષમાં બે વખત યોજાતી બેઠક છે, જે એપ્રિલ અને ઑક્ટોબરમાં યોજાય છે તેમ સૈન્યે જણાવ્યું હતું.ભારત સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ચીને શનિવારે દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાને ‘પવિત્ર અને અક્ષુણ્ણ’ ગણાવી સરહદીય વિસ્તારોમાં સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા સંસદમાં એક નવો ‘જમીન સરહદ કાયદો’ બનાવ્યો છે. ચીને શનિવારે સંસદમાં આ કાયદો પસાર પણ કરી નાંખ્યો છે. આ કાયદાની અસર ભારત સાથે બેઈજિંગના સરહદ વિવાદ પર પડી શકે છે. ચીન આ કાયદા હેઠળ સરહદની સુરક્ષા મજબૂત કરવા, આર્થિક તથા સામાજિક વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે. દરમિયાન ભારતીય સૈન્યના ટોચના કમાન્ડર્સ ચીન સાથે એલએસી પર દેશના સલામતી પડકારોની સમિક્ષા કરશે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિના સભ્યોએ શનિવારે સંસદની સમાપન બેઠક દરમિયાન આ કાયદાને મંજૂરી આપી છે. આ કાયદો આગામી વર્ષે ૧લી જાન્યુઆરીથી અમલમાં આવશે. આ કાયદા મુજબ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા પવિત્ર અને અક્ષુણ્ણ છે. કાયદામાં એમ પણ કહેવાયું છે કે સરહદોની સલામતીને મજબૂત કરવા, આર્થિક અને સામાજિક વિકાસમાં મદદ કરવા, સરહદીય ક્ષેત્રોને ખોલવા, આ ક્ષેત્રોમાં જનસેવા અને વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, તેને પ્રોત્સાહન આપવા અને ત્યાંના લોકોના જીવન અને કામમાં મદદ કરવા માટે દેશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે. તે સરહદો પર રક્ષા, સામાજિક અને આર્થિક વિકાસમાં સમન્વય વધારવાના ઉપાય પણ કરી શકે છે. આ કાયદા હેઠળ ચીનના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે, આ વિસ્તારોમાં આર્થિક, સામાજિક વિકાસની સાથે જાહેર ક્ષેત્રો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવવામાં આવશે. સરહદી વિસ્તારોમાં લોકોને રહેવા અને કામ કરવા માટે સરહદ સુરક્ષા અને આર્થિક, સામાજિક સમન્વય બનાવાશે. નવા કાયદાનો આશય સરહદીય શહેરોના બાંધકામ તેમજ સરહદીય વિસ્તારોમાં બાંધકામની ક્ષમતા વધારવા રાજ્યને સહાય કરવાનો છે. ઉલ્લેખનીય છે કે ચીને તાજેતરના વર્ષોમાં અરૂણાચલ પ્રદેશની સરહદ નજીક તિબેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવ્યું છે અને તિબેટમાં બુલેટ ટ્રેન પણ શરૂ કરી છે.

Related posts

उत्‍तर कोरिया में आपातकाल घोषित

editor

चीन के सभी युवाओं की दिलचस्पी डोकलाम में नहीं

aapnugujarat

उ. कोरिया ने छोटी दूरी की दो बैलिस्टिक मिसाइलें दागीं : द. कोरिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1