Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બાંગ્લાદેશમાં હિન્દુઓ ૫૦ વર્ષથી હિંસાનો ભોગ બને છે : તુલસી ગેબાર્ડ

ભારતીય મૂળનાં અમેરિકન મહિલા નેતા તુલસી ગેબાર્ડ અમેરિકન કોંગ્રેસમાં ચૂંટાયેલા પ્રથમ હિન્દુ હતાં. તેઓ અમેરિકન લશ્કરના રીઝર્વ ઓફિસર તરીકે પણ સેવા આપતા હતાં. તેઓ ૨૦૧૩થી ૨૦૨૧ દરમિયાન કોંગ્રેસવુમન બન્યાં હતાં. ડેમોક્રેટિક પાર્ટીની નેશનલ કમિટીમાં તુલસી ગેબાર્ડ પાર્ટીમાંથી પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે તેમણે ડેમોક્રેટિક નોમિનેશનની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમણે માર્ચ-૨૦૨૦માં જાે બાઈડેનને સમર્થન જાહેર કરીને પ્રમુખપદની ચૂંટણીનું નામાંકન પાછું ખેંચી લીધું હતું. ૩૯ વર્ષના તુલસી ગેબાર્ડની ગણતરી એશિયન-અમેરિકન મૂળના મતદારોનું સમર્થન ધરાવતા ટોચના નેતાઓમાં થાય છે.અમેરિકાના પૂર્વ સાંસદ તુલસી ગેબાર્ડે બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓ પર થતાં અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એક વીડિયો ટિ્‌વટ કર્યો હતો, જેમાં તેમણે ૧૯૭૧થી બાંગ્લાદેશમાં હિન્દુઓની જે સ્થિતિ છે તેના વિશે ચિંતા વ્યક્ત કરીને વિશ્વના બધા જ નેતાઓને આ મુદ્દે એક થવાની અપીલ કરી હતી. દુનિયાએ સાથે મળીને કટ્ટરવાદી જેહાદીઓનો સામનો કરવો જાેઈએ એવું તેમણે કહ્યું હતું. તુલસી ગેબાર્ડે કહ્યું હતું કે ૧૯૭૧માં પાકિસ્તાનની આર્મીએ બાંગ્લાદેશમાં લાખો બંગાળી હિન્દુઓની હત્યા કરી હતી. અસંખ્ય મહિલાઓ અને યુવતીઓ પર પાકિસ્તાની આર્મીના સૈનિકોએ બળાત્કાર કર્યો હતો. ધર્મ ઝનૂની ઈસ્લામિક આતંકવાદીઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ૫૦ વર્ષથી અત્યાચાર કરી રહ્યા છે. અમેરિકન સૈન્યમાં મેજર રહી ચૂકેલા તુલસી ગેબાર્ડે કહ્યું હતું કે ૨૫મી માર્ચ, ૧૯૭૧ની રાતે પાકિસ્તાની આર્મીએ ઢાકા યુનિવર્સિટીમાં હિન્દુ સરાય જગન્નાથ હોલમાં હુમલો કર્યો હતો અને એક જ રાતમાં ત્યાં ૫થી ૧૦ હજાર લોકોની હત્યા કરી હતી. આ સિલસિલો ૧૦ મહિના ચાલ્યો હતો. આ નરસંહારમાં ૨૦થી ૩૦ લાખ હિન્દુઓની હત્યા થઈ હતી. હજારો મહિલાઓ પર બળાત્કાર થયો હતો અને લાખો લોકોએ ઘર છોડીને રાતોરાત ભાગી જવું પડયું હતું. તુલસી ગેબાર્ડે ઉમેર્યું હતું કે બાંગ્લાદેશની આઝાદી પછી પણ આ સિલસિલો અટક્યો ન હતો. કટ્ટરવાદી મુસ્લિમો આજેય લઘુમતીઓને નિશાન બનાવે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા થઈ રહ્યાં છે તાજેતરની હિંસા બાબતે તુલસી ગેબાર્ડે ટ્‌વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું ઃ બાંગ્લાદેશમાં ભગવાનના ભક્તો પ્રત્યે આટલી નફરત જાેઈને હું ઊંડા દુઃખની લાગણી અનુભવું છું. તુલસી ગેબાર્ડે વીડિયોમાં કહ્યું હતું કે હિન્દુઓની દુકાનો-મકાનોમાં લૂંટ ચલાવવામાં આવી હતી અને તેમના પર પીળા રંગથી એચ લખી દેવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૦૦ આસપાસ આજના બાંગ્લાદેશમાં ૩૩ ટકા બંગાળી હિન્દુઓ રહેતા હતા, જે આજે ઘટીને માત્ર આઠ ટકા થઈ ગયા છે. હજુ થોડા દિવસ પહેલાં જ કટ્ટરવાદી જેહાદીઓએ બાંગ્લાદેશના હિન્દુ મંદિરો પર ફરીથી હુમલો કર્યો હતો અને હિન્દુઓને નિશાન બનાવ્યા હતા. ઈરાન અને સીરિયામાં પણ લઘુમતિ ખ્રિસ્તીઓ કટ્ટરવાદી જેહાદીઓના હુમલાનો ભોગ બની રહ્યા છે. એક સમયે ઈરાકમાં ૧૫ લાખ ખ્રિસ્તીઓ હતા અને સીરિયામાં ૨૦ લાખ ખ્રિસ્તીઓ હતા. આજે ઈરાકમાં ખ્રિસ્તીઓની વસતિ ઘટીને માત્ર ત્રણ લાખ અને સીરિયામાં સાડા ચાર લાખ થઈ ચૂકી છે.

Related posts

माली में 33 आतंकवादी ढेर

aapnugujarat

ઇરાનમાં ખરાબ હવામાનની વચ્ચે વિમાન દુર્ઘટનાગ્રસ્ત : ૬૬નાં મોત

aapnugujarat

અમેરિકા ભારતને ક્વોડમાંથી વિદાય આપવાની તૈયારી કરી રહ્યું છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1