Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇરાનમાં ખરાબ હવામાનની વચ્ચે વિમાન દુર્ઘટનાગ્રસ્ત : ૬૬નાં મોત

ઇરાનના એક યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં રહેલા તમામ ૬૬ યાત્રીઓના મોત થઇ ગયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન તહેરાનથી યાસુજ તરફ જઇ રહ્યું હતું. હાલના સમયમાં બીજી મોટી વિમાન દુર્ઘટના થઇ છે. થોડાક દિવસ પહેલા જ રશિયામાં વિમાન દુર્ઘટના થઇ હતી જેમાં ૭૦થી વધુ લોકોના મોત થઇ ગયા હતા. ઇરાનની અસેમન એરલાઈન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેનું વિમાન દક્ષિણી ઇરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને વિમાનમાં રહેલા તમામ લોકોના મોત થઇ ગયા છે. આ વિમાને તહેરાનના મેહરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાની મથકથી ઉંડાણ ભરી હતી. અસેમન એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું છે કે, વિમાનમાં એક બાળક અને અન્ય ૬૦ યાત્રીઓ હતા. આ ઉપરાંત છ ક્રૂ મેમ્બરો હતા. બે એન્જિનવાળુ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણ હજુ સુધી જાણી શકાયા નથી. તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે. આ વિમાનનો ઉપયોગ મૂળભૂતરીતે ટૂંકા અંતરના પ્રવાસ માટે કરવામાં આવે છે. દુર્ઘટનાગ્રસ્ત સ્થળ પર ખરાબ હવામાન અને વરસાદના પરિણામ સ્વરુપે રાહત અને બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ વિમાન દુર્ઘટના થઇ ત્યારે ધુમ્મસની સ્થિતિ હતી. ઇરાનના મોટાભાગના વિમાન જુના થઇ ચુક્યા છે.
હાલના દિવસોમાં વિમાન દુર્ઘટનાઓ વધી ગઈ છે. ઇરાને એરબસ અને બોઇંગ સાથે યાત્રી વિમાન ખરીદવા માટે કરાર કર્યા છે. મળેલી માહિતી મુજબ ઉડાણ ભર્યા બાદ આ વિમાન તરત જ રડાર પરથી ગાયબ થઇ ગયું હતું. મધ્ય ઇરાનના સેમીરોમની નજીક દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વાણિજ્ય વિમાન ધુમ્મસની સ્થિતિમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઇરાનિયન કેરિયર અસેમનનું આ વિમાન હતું. આ વિમાન પહાડી વિસ્તારોમાં અથડાઇ ગયું હતું. ઇરાનિયન રેડક્રેસેન્ટે માહિતી આપતા કહ્યું છે કે, બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી છે. ૨૦૧૫માં વિશ્વની સત્તાઓ સાથે પરમાણુ સમજૂતિ કર્યા બાદ ઇરાને એરબસ અને બોઇંગ સાથે વિમાન ખરીદવા માટે કરાર કર્યા છે. ઉડાણ ભર્યાની મિનિટો બાદ જ આ વિમાન રડાર પરથી લાપત્તા થઇ ગયું હતું. તહેરાનમાં હેડક્વાર્ટર ધરાવનાર અસેમન એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું છે કે, રિમોટ વિસ્તારોમાં ફ્લાઇટના ઓપરેટને લઇને કોઇપણ પ્રકારની તકલીફો આવી નથી. અત્રે નોંધનીય છે કે, ૧૧મી ફેબ્રુઆરીના દિવસે જ રશિયાના પાટનગર મોસ્કોના બહારના વિસ્તારમાં એક સ્થાનિક વિમાન આગની જ્વાળામાં લપેટાઇને દુર્ઘટનાગ્રસ્ત થઇ જતા ઓછામાં ઓછા ૭૧ યાત્રીઓના મોત થયા હતા. આ વિમાનમાં ૬૫ યાત્રી અને છ ક્રુ મેમ્બરો હતા. મોસ્કોના ડોમોડેડોવો વિમાનીમથકથી આ વિમાને ઉડાણ ભર્યા બાદ ૧૦ મિનિટ પછી જ લાપતા થઇ ગયુ હતુ. રડાર પરથી વિમાન લાપતા થયા બાદ તંત્રમાં ભારે દહેશત ફેલાઇ ગઇ હતી. સાથે સાથે દહેશત અંતે સાચી સાબિત થઇ હતી. આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. રશિયાની સારાટોવ એરલાઇન્સનું આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. વિમાન એન્ટોનોવ એએન-૧૪૮ કજાકિસ્તાનના સરહદ પર આવેલા વિસ્તારમાં જઇ રહ્યું હતું. આ વિમાન ઓર્સ્ક તરફ જઇ રહ્યું હતું. ઇમરજન્સી વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. આ વિમાનમાં આગ ફાટી નિકળી હતી. મહેરાબાદ વિમાની મથકથી ઉડાણ ભર્યાના ૫૦ મિનિટ બાદ વિમાન રડાર પરથી લાપત્તા થઇ ગયું હતું. મહેરાબાદ પશ્ચિમી તહેરાનમાં સ્થિત છે. તેનો મુખ્યરીતે ઉપયોગ સ્થાનિક એરપોર્ટ તરીકે કરવામાં આવે છે. કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પણ પહોંચે છે. છેલ્લા થોડાક દશકમાં ઇરાનમાં અનેક મોટી દુર્ઘટનાઓ થઇ છે.

Related posts

पाक : जाधव से गौरव अहलूवालिया ने की मुलाकात, दो घंटे तक हुई बातचीत

aapnugujarat

इमरान ने 23 बैंक खातों व लाखों डॉलर को छुपाया

aapnugujarat

Unprecedented threat from intolerance, violent extremism and terrorism” that affects every country : UN Chief warns

aapnugujarat

Leave a Comment

UA-96247877-1