Aapnu Gujarat
ગુજરાત

ખેડામાં ઠાસરા અને ડાકોર વેક્સિનેશનમાં સૌથી ઉદાસીન

ખેડા જિલ્લામાં તંત્ર, સામાજિક સંસ્થાઓ, ધર્મગુરુઓ ધર્મ ગુરુઓ બધાએ સાથે મળી રસીકરણની વિશેષ ડ્રાઇવ ચલાવી હતી. પરંતુ તેમ છતાં અહીં પૂરતું વેક્સિનેશન થયું નથી. જેની પાછળ અનેક કારણો જાણવા મળ્યા છે. કેટલાક લોકો એવું માને છેકે રસી લઈશું તો બીમાર પડી જઈશું, નોકરી પર નહીં જવાય, ૨ દિવસ રોજગારી છીનવાઈ જશે, કેટલાક માને છેકે રસી લઈશું તો નપુંસક થઈ જઈશું. આવી અફવાઓ અને બિનજરૂરી બીક રસીકરણ ઓછું થવા પાછળ જવાબદાર છે. જિલ્લામાં સૌથી ઓછું રસીકરણ ઠાસરા તાલુકામાં ૮૧.૯ ટકા નોંધાયું છે. અહીં જ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર આવેલું છે. જ્યાં ૨૭૯ દિવસમાં ફક્ત ૬૮ ટકા જ રસીકરણ નોંધાયું છે. લોકો રસી લેવા માટે જાગૃત બને તે માટે અથાગ પ્રયાસો કર્યા છે. પરંતુ મજૂર વર્ગ એવો વર્ગ છે, જે રસી લેતો જ નથી. ડાકોરમાં ઓછા રસીકરણ ને પગલે ચીફ ઓફિસર દ્વારા રસી ન લીધી હોય તેવા લોકોને મંદિરમાં દર્શન કરવા નહી જવા દેવાનું ફરમાન કર્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા દર્શનાર્થીઓ રસીકરણ કરાવી શકે તે માટે મંદિર બહાર જ વેક્સિનેશન કેમ્પ શરૂ કરાયો હતો. પરંતુ એક સપ્તાહમાં ડાકોર શહેરના રસીકરણમાં ફક્ત ૩ ટકાનો વધારો નોંધાયો છેખેડા જિલ્લામાં રસીકરણ માટે તંત્ર દ્વારા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે ૯૦ ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે ૪૯.૨૨ ટકા લોકોએ બંને ડોઝ લીધા છે. પરંતુ આમ છતાં ૧૦ તાલુકામાં હજુ કેટલાંક તાલુકા એવા છે જ્યાં ઓછા રસીકરણ ને લઈ તંત્રની ચિંતા વધી છે. એક તરફ વસો તાલુકો છે, જ્યાં અત્યાર સુધી સૌથી વધુ ૧૦૬ ટકા રસીકરણ થયું છે. ત્યારે સૌથી ઓછું ઠાસરા તાલુકામાં માત્ર ૮૧ ટકા રસીકરણ નોંધાયું છે. ગુજરાતના સમૃધ્ધ જિલ્લાઓ પૈકીના એક એવા આણંદ જિલ્લામાં આણંદ જિલ્લામાં ૯૭ ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થયાનો સરકારનો દાવો છે પરંતુ એક જાણકારી મુજબ આ ટકાવારી ૮૦ ટકા છે. જિલ્લામાં વેક્સિનેશનની પાત્રતા ધરાવતા ૧૮ લાખ લોકોમાંથી ૧૪.૭૨ લાખને પ્રથમ અને ૮.૭૭ લાખને બંને ડોઝ અપાઇ ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં ગત કોરોનાને કારણે લોકો દિવાળીની ઉજવણી પણ કરી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે વેક્સિનેશનને કારણે કોરોનાનો ભય દૂર થતા ગામડામાં અગાઉથી જ દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૧૪૮ ગામડાં આવેલા છે. જેમાંથી ૮૮૧ ગામડામાં ૧૦૦ ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ છે. આ ૧૦૦ ટકાવાળા ગામડામાં કોરોનાનો કોઈને જરા પણ ડર નથી. લોકો મુક્તિનો અનુભવ કરી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં ૧૦,૫૩,૭૫૨ લોકોને રસી આપવામાં આવી છે. જૂનાગઢ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦ ટકા રસીકરણ થયું છે. બીજાે ડોઝ પણ લોકો સમયસર લઈ રહ્યાં છે. ગામના લોકોનો ભય દૂર થયો છે, પરંતુ સાવચેતી હજુ પણ રાખે છે. કોરોનાકાળમાં ગામડામાં જાેવા મળેલ સન્નાટો દૂર થયો છે. નવરાત્રિ સહિતના તહેવારોની ઉજવણી પણ લોકોએ ઉત્સાહ સાથે કરી હતી. હવે દિવાળી ઉજવવા થનગની રહ્યા છે. આણંદ જિલ્લામાં રસીકર વધારવા માટે સિનિયર સિટીઝનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. થામણા ગામમાં સિનિયર સિટિઝનોએ જ પહેલાં પોતે રસી મુકાવી પછી પોતાના ઘરના લોકોને અને ત્યારબાદ સગા-સંબંધી, મિત્રોને રસી મૂકવા સમજાવ્યા હતા. ગામના ૭૦ થી વધુ વૃદ્ધોઓ ઘેર ઘેર જઈને લોકોમાંથી વેક્સિનની ભ્રમણા દૂર કરી હતી અને આમ સમગ્ર ગામને વેક્સિનેશનયુક્ત બનાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો. વેક્સિનની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થતાં જ ગામ હાલ કોરોનામુકત બની ગયું છે. આજે લોકો કોરોનાની ચિંતા કર્યા વગર બિન્દાસ ફરી શકે છે. લોકો ડરતા નથી એવું નથી પણ સાવચેત થયા છે. અજાણ્યા સમજીને તમારી સાથે કોઈ પણ વ્યક્તિ વાત કરે ત્યારે તે થોડું અંતર જાળવી રાખે છે.

Related posts

पकवान चार रास्ता के पास बेकाबू कार ने फुटपाथ पर सो रहे मजदूर को रौदां

aapnugujarat

ગુજરાતમાં પણ આત્મઘાતી હુમલાના ભય વચ્ચે એલર્ટ

aapnugujarat

મસાબાર ગામમાં દીપડાનું બચ્ચુ રેસક્યુ કરાયું

editor

Leave a Comment

UA-96247877-1