Aapnu Gujarat
શિક્ષણ

ટેટ – ટાટ પાસ ૫૦ હજાર યુવાનો ભરતીની રાહ જાેઇ રહ્યા છે

શિક્ષક વિનાની શાળા, શાળા વિનાનું ગામ, ગ્રામ સેવક વિનાનું ગામ, ડોક્ટર વિનાનું દવાખાનું એ ભાજપ સરકારનું વિકાસ મોડેલ છે. ધોરણ ૬થી ૮માં કુલ ૮૨૭૩ વિદ્યા સહાયકની જગ્યા ખાલી છે. ધોરણ-૧થી ૫ની લાયકાત વાળા ૨૧૮૮ શિક્ષકો ધોરણ-૬થી ૮માં કામ કરે છે. ધોરણ ૧થી ૫મા શિક્ષકોની ૫૮૬૭ જગ્યાઓ ખાલી છે આમ રાજ્યની પ્રાથમિક શાળામાં ટોટલ ૧૫ હજારથી વધુ ખાલી જગ્યા હોવાના ચોંકાવનારા આંકડા આરટીઆઇમાં સામે આવ્યા છે.રાજ્યમાં ટેટ- ટાટ પાસ થયેલા ૫૦ હજાર યુવક યુવતીઓ શિક્ષક બનવા માટે ચાર વર્ષથી રાહ જાેઇ રહ્યા છે ત્યારે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ૧૫ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે પણ ભરતી થતી નથી. ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિથી ગુજરાત શિક્ષણમાં પાછળ ધકેલાયું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

Related posts

कक्षा-१२ सामान्य प्रवाह का ५६.८२ प्रतिशत परिणाम घोषित

aapnugujarat

MHRD-AICTE દ્વારા SVIT ને ૨૨ લાખથી પણ વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી

editor

‘કેટ’ પરીક્ષામાં હર્ષ મહેતા ૯૯.૯૮ પર્સેન્ટાઇલ સાથે પ્રથમ સ્થાન મેળવવામાં સફળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1