Aapnu Gujarat
ગુજરાત

SBI દ્વારા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાને ૧૦ કમ્પ્યુટર ભેટ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

એસ.બી.આઈ ભાવનગર દ્વારા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાને એસ.બી.આઈ ગુજરાતનાં સી.જી.એમ શ્રી શમશેરસિંઘ માનની વિશેષ ઉપસ્થિતિમાં ૧૦ કમ્પ્યુટર અર્પણ કરાયા…
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં નવા શરુ કરાયેલ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર માટે આજરોજ તા.૧૭ ઓક્ટોબર ૨૦૨૧ ને એસ.બી.આઈનાં ટ્રેનીંગ સેન્ટર ભાવનગર ખાતે એસ.બી.આઈ ગુજરાતનાં સી.જી.એમ શ્રી શમશેરસિંઘ માનનાં વરદહસ્તે સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીને ૧૦ કમ્પ્યુટર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળાની પ્રવૃત્તિઓની વિગત શ્રી લાભુભાઈ સોનાણીએ આપી હતી. જ્યારે એસ.બી.આઈ ગુજરાતનાં સી.જી.એમ શ્રી શમશેરસિંઘ માને જણાવ્યું હતું કે સંસ્થાની પ્રવૃતિઓમાં એસ.બી.આઈ વખતોવખત આ રીતે સહભાગી થતી રહેશે. થોડા સમય પહેલા સંસ્થાને ફાળવવામાં આવેલ મેઈન્ટેનન્સ અને દેખભાળ જોઈ અમો ખુશી અનુભવીએ છીએ. ભવિષ્યમાં પણ આ પ્રકારનાં પ્રોજેક્ટમાં બેંક યથાયોગ્ય આર્થિક સહયોગ કરતી રહેશે. આ પ્રસંગે શ્રી હિતેશભાઈ દવે (AGM SBI LD DIRECTOR), શ્રી રાજીવકુમાર (જનરલ મેનેજર – NW III) , શ્રી દેબાસીસ મોહંતી (DGM- BEO), , શ્રી વિપુલભાઈ પરીખ (એસ.બી.આઈ ટ્રેનીંગ સેન્ટર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાને કમ્પ્યુટર આપવા બદલ સંસ્થાના માનદમંત્રી શ્રી મહેશભાઈ પાઠકે અભારદર્શન કર્યું હતું.
:

Related posts

પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે પ્રવિણા ડી.કે એ પદભાર સંભાળ્યો

editor

કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા સુચવાયેલા ૪૯ ઇન્ડીકેટર્સ મુજબ મહત્વાકાંક્ષી (Aspirational) જિલ્લા તરીકે નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની દિશામાં “ટીમ નર્મદા” કટિબધ્ધ

aapnugujarat

રખડતા પશુ નિયંત્રણ કાયદાને લઈને સી.આર. પાટીલનું મોટું નિવેદન આવ્યું સામે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1