Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા ખાતે શહેર આમ આદમી પાર્ટીમાં ભાગલા

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

એક તરફ રાજ્યમા આવનારી 2022ની ચુંટણી પુવેઁ હવે તૈયારી શરુ કરાઇ છે ત્યારે બીજી તરફ તહેવારોના માહોલમાં ધ્રાંગધ્રાનુ રાજકારણ પણ ગરમાયુ છે જેમા ધ્રાંગધ્રા શહેરમા આમ આદમી પાટીઁના મુખ્ય આગેવાન સહિત ત્રણ હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા. આઇ.કે.જાડેજાના હસ્તે જેસીંગભાઇ મોરી(શહેર મહા મંત્રી), સુખાભાઇ દલવાડી(સંગઠન તથા કાયાઁલય વાહક મંત્રી) અને જોગેસ ઘેલાણી(શહેર ઉપપ્રમુખ) સહિતના હોદ્દેદારો આપને અલવિદા કરી ભાજપનો ભગવો ધારણ કયોઁ હતો. હંમેશા ભાજપનો વિરોધ્ધ કરતા કાયઁકરોના અચાનક સુર બદલાયા હતા અને અંતે ભાજપનો છેડો પકડ્યો હતો. જોકે જોગેસ ઘેલાણી આ પહેલા કોંગ્રેસમાં સોશીયલ મિડીયા ઇનચાજઁ તરીકે હોદ્દેદાર હતા જે હાલમા જ રાજીનામુ ધરી ગોપાલ ઇટાલીયાની સભા દરમિયાન તેઓના જ હસ્તે આમ આદમી પાટીઁમા જોડાયા બાદ શહેર ઉપપ્રમુખના હોદ્દેદાર તરીકે હતા અને વળી હવે આમ આદમી પાટીઁ સાથે છેડો ફાડી એક વષઁમા બબ્બે વખત પાટીઁઓ બદલી અંતે ભાજપનો છેડો પકડી પાટલી બદલુ દ્વારા લોકોના કામ કરવા માટે ભાજપ સાથે ગયા હોવાનુ જણાવ્યુ હતુ જોકે એક જ વષઁમા બે પાટીઁ બદલી પોતે આત્મપ્રશંસા માટે એક બાદ એક રાજકીય પાટીઁઓનો સ્વાદ ચાખવા માટે પાટલીઓ બદલી હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે. ત્યારે ભાજપમાં જોડાયેલ ત્રણેય કાયઁકરો બાદ હજુ પણ અન્ય કેટલાક કાયઁકરો ભાજપમાં જોડાશે તેવા એંધાણ પણ વતાઁઇ રહ્યા છે જેથી આપમાથી ભાજપમાં જોડાતા હોદ્દેદારોના લીધે હવે ધ્રાંગધ્રાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

Related posts

વસ્ત્રાલમાં રહેતા બિઝનેસમેન સાથે ૨.૯૫ કરોડની છેતરપીંડીના કેસમાં તપાસ સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે

aapnugujarat

વડોદરામાં યુવા યોદ્ધા સંગઠનનાં કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનાં પોસ્ટર પર જૂતા માર્યાં

aapnugujarat

रामोल -हाथीजण वोर्ड के कॉर्पोरेटर अतुल पटेल द्वारा अपने बजट में से गड्डे को भरा गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1