Aapnu Gujarat
ગુજરાત

વસ્ત્રાલમાં રહેતા બિઝનેસમેન સાથે ૨.૯૫ કરોડની છેતરપીંડીના કેસમાં તપાસ સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન દ્વારા મહેસાણા ડેડીયાસણ જીઆઇડીસીની એક કંપનીના ડિરેકટર સહિતના હોદ્દેદારો વિરૂધ્ધ નોંધાવાયેલી રૂ.૨.૯૫ કરોડની છેતરપિંડીના કેસની ફરિયાદમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના હુકમ મારફતે તપાસ સામે સ્ટે જારી કરી દીધો છે. કંપનીના ડિરેકટરના પિતા ભાઇલાલભાઇ પટેલ દ્વારા કરાયેલી કવોશીંગ પિટિશનમાં હાઇકોર્ટે તેમની વિરૂધ્ધની ફરિયાદની તપાસ સામે અગત્યનો મનાઇહુકમ ફરમાવી દીધો હતો. શહેરના વસ્ત્રાલ રોડ પર ત્રિદેવ પાર્ક સોસાયટી ખાતે રહેતા મેઘદૂત હીરાલાલ પટેલ દ્વારા મહેસાણાની દેદીયાસણ જીઆઇડીસી સ્થિત એ,બી એન્ડ સી એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિના ડિરેકટર અને અન્ય હોદ્દેદારો એવા ગૌતમભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, લાભુબહેન પટેલ તેમ જ અન્ય કે જેઓ કંપનીમાં કોઇ હોદ્દો નથી ધરાવતા તેવા જયંતિભાઇ પટેલ અને ભાઇલાલ પટેલ વિરૂધ્ધ રૂ.૨.૯૫ કરોડની છેતરપીંડીની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ કેસમાં આરોપી ડિરેકટરના પિતા ભાઇલાલભાઇ પટેલે હાઇકોર્ટમાં કરેલી કવોશીંગ પિટિશનમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદારે ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે, ફરિયાદીને આરોપીઓએ તેમની કંપનીમાં ડિરેકટર બનાવવાના બહાને રૂ.૨.૯૫ કરોડ જેટલી માતબર રકમ પડાવી છેતરપિંડી આચરી છે પરંતુ ફરિયાદનો આ આરોપ બિલકુલ બેબુનિયાદ અને ટકી શકે તેમ જ નથી. કારણ કે, ફરિયાદીને કંપનીમાં ડાયરેકટર બનાવાયા હતા અને તેથી ફરિયાદનો આરોપ અસ્થાને છે. વળી, અરજદાર પોતે ઉપરોકત કંપનીમાં કોઇ જ હોદ્દો ધરાવતા નથી કે વહીવટકર્તા નથી અને તેથી તેમને આ પ્રકરણમાં કોઇ લેવાદેવા જ નથી. અરજદાર કંપનીના હોદ્દેદારના પિતા હોવાના નાતે ખોટી રીતે ફરિયાદમાં સંડોવી દીધા છે જે બિલકુલ ગેરવાજબી અને કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધની વાત છે. અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ફરિયાદીને કંપનીમાં ડિરેકટર બનાવાયા હોય પછી છેતરપીંડીનો પ્રશ્ન જ કયાં ઉપસ્થિત થાય છે. વળી, ફરિયાદીએ આ મામલે સીટી સિવિલ કોર્ટમાં રૂ.૧.૩૧ કરોડનો દાવો કર્યો છે, જયારે ફરિયાદમાં રૂ.૨.૯૫ કરોડની છેતરપીંડીની વાત કરી છે. ઉપરાતં, ફરિયાદમાં પણ સિવિલ કોર્ટમાં દાવો કર્યાની હકીકત છુપાવી છે. આમ, ફરિયાદીની પોતાની જ કોઇ વિશ્વસનીયતા નથી, તેના આરોપો અને હકીકતો વિરોધાભાસી છે. આ સંજોગોમાં હાઇકોર્ટે અરજદાર વિરૂધ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવવી જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉપરમુજબ મહત્વનો હુકમ જારી કર્યો હતો.

Related posts

सोमनाथ को स्वच्छ आइकोनिक प्लेस की अवॉर्ड आखिर घोषणा

aapnugujarat

પ્રશ્નોના વિરોધમાં રાજ્યના ખેડૂત ધરણા કરવા સુસજ્જ

aapnugujarat

ગુજરાતમાં સૌ પ્રથમ વખત મલ્ટિમીડિયા ભાગવત કથા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1