Aapnu Gujarat
મનોરંજન

હવે સાયના નેહવાલની લાઇફ ઉપરની ફિલ્મમાં શ્રદ્ધા કપુર ચમકશે

સાયના નહેવાલની લાઇફ પર ફિલ્મમાં હવે શ્રદ્ધા કપુર કામ કરવા જઇ રહી છે. ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે જેથી હાલમાં સાયના નહેવાલ શ્રદ્ધા કપુરને તમામ પ્રકારથી માર્ગદર્શન આપી રહી છે. હાલના સમયમાં બાયોપિક ફિલ્મ બનાવવાનો ક્રેઝ બોલિવુડના નિર્માતા નિર્દેશકોમાં જોવા મળી રહ્યો છે. અમોલ ગુપ્તા દ્વારા નિર્દેશિત ફિલ્મમાં સાયના ની ભૂમિકામાં શ્રદ્ધા કપુર કામ કરી રહી છે. રોલને લઇને તમામ બાબતો નક્કી કરી લેવામાં આવી છે. શ્રદ્ધા કપુર અન્ય બાયોપિક ફિલ્મ અપૂર્વ લાખિયાની હસીના પાર્કર ફિલ્મમાં કામ કરી ચુકી છે જેમાં તે ડોન દાઉદ ઇબ્રાહિમની બહેનની ભૂમિકા અદા કરી ચુકી છે. આ ફિલ્મમાં તેની ભૂમિકાની કરવામાં આવી હતી. બે બાયોપિક ફિલ્મ બેક ટુ બેક કરવામાં આવી ચુકી છે તે અંગે પુછવામાં આવતા શ્રદ્ધા કપુરે કહ્યુ છે કે બાયોપિક ફિલ્મમાં કામ કરવા માટેની મોટી જવાબદારી છે. ફિલ્મમાં ઐતિહાસિક પાત્રોને ન્યાય આપવાની બાબત પડકારરૂપ રહે છે. આ પ્રકારના રોલ કરતી વેળા દબાણ ખુબ રહે છે. શ્રદ્ધા કપુર બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી આવી છે.

Related posts

કોમર્શિયલ લાભ લેવા માટે રિમેક બનાવી શકાય નહીં : અર્જુન કપુર

aapnugujarat

अभिनय की दुनिया में टीवी मेरी नींव रहा है : कश्मीरा ईरानी

aapnugujarat

શાહિદ કપુર શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇ ઉત્સુકતા વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1