Aapnu Gujarat
મનોરંજન

કોમર્શિયલ લાભ લેવા માટે રિમેક બનાવી શકાય નહીં : અર્જુન કપુર

મુબારકા ફિલ્મને સફળતા મળ્યા બાદ અર્જુન કપુર ભારે ખુશ દેખાઇ રહ્યો છે, તે પોતાની નવી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યો છે. હાલમાં રિમેક બનાવવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. આવા ક્રેઝ વચ્ચે બોલિવુડના ઉભરતા સ્ટાર અર્જુન કપુરે કહ્યુ છે કે કોમર્શિયલ લાભ લેવા માટે જ માત્ર રિમેક ફિલ્મ બનાવવી જોઈએ નહીં. અર્જુન કપુરે કહ્યુ છે કે તે કેટલીક ફિલ્મોમાં હાલમાં કામ કરી રહ્યો છે. અર્જુન કપુર માને છે કે બોક્સ ઓફિસ પર નાણા મેળવી લેવાના ઇરાદા સાથે જુની ક્લાસિક ફિલ્મોની રિમેક બનાવવી જોઇએ નહીં અને તેનું કહેવું છે કે, રિમેક બનાવવાની બાબત ખુબ સંવેદનશીલ છે. આ દિશામાં આગળ વધતા પહેલા તમામ બાબતોને ધ્યાનમાં લેવી જોઇએ. અર્જુન કપુરે પોતાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યુ છે કે તેના કાકા અનિલ કપુરની મેરી જંગ એવી ફિલ્મ છે જેની રિમેકમાં તે કામ કરવા માટે ઇચ્છુક છે. બોલિવુડમાં આ પ્રકારની ફિલ્મોની રિમેક બનાવવાના પ્રયાસ પહેલાં પણ થયા છે. જો કે આ પ્રકારની ફિલ્મોને બનાવવાની બાબત સરળ નથી કારણ કે આ ફિલ્મો ખુબ શાનદાર રહી છે.

Related posts

અદિતી હવે સાયકો નામની તમિળ થ્રીલર ફિલ્મમાં હશે

aapnugujarat

मैं 12 साल की थी तबसे ही मां बनना चाहती थी

aapnugujarat

શ્રીદેવીના મોત મુદ્દે તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે રદ્દ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1