Aapnu Gujarat
National

કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલનું કમલમ ખાતે ભવ્ય સ્વાગત

વિનોદ મકવાણા, મહેસાણા

રાજ્યની ભુપેન્દ્રભાઇ પટેલની સરકારના નવીન મંત્રીમંડળમાં મહેસાણા જિલ્લાના એક માત્ર વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠાના કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતાં સહ વિસનગર તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યના કેબિનેટ મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ ઋષિકેશભાઈ પટેલ દ્વારા પોતાના મતવિસ્તાર વિસનગર તાલુકા સહિત મહેસાણા જિલ્લામાં જન આશીર્વાદ માટે પ્રથમ વાર પધારતા ઠેર ઠેર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

જે અંતર્ગત આજે મહેસાણા જીલ્લા ભાજપ દ્વારા મહેસાણા ખાતેના ભાજપ કાર્યાલય કમલમ ખાતે જીલ્લાના પદાધિકારીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રી ઋષીકેશ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

માનનિય મંત્રીશ્રી ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચતાં ઉપસ્થિત કાર્યકરો દ્વારા ઢોલ-નગરાના તાલે ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, સાંસદ શ્રીમતિ શારદાબેન પટેલ તથા રાજયસભાના સાંસદશ્રી જુગલજી ઠાકોર, ધારાસભ્યશ્રીઓ સવૅશ્રી રમણભાઈ પટેલ, કરસનભાઈ સોલંકી, અજમલજી ઠાકોર, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી ઉપરાંત જીલ્લાના મહામંત્રીઓ તેમજ મહિલા મોરચા સહિત વિવિધ મોરચાના હોદેદારો તથા કાયૅકરો દ્વારા મંત્રીશ્રીનુ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે મહેસાણા શહેર તથા જિલ્લાના હોદ્દેદારો, ડૉક્ટરશ્રીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો ઉપરાંત સ્થાનિક વેપારીઓ દ્વારા મંત્રીશ્રીનુ ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યુ હતું.

આ સ્વાગત સન્માન બાદ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મહેસાણા ખાતેની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, ડૉક્ટરશ્રીઓ, નર્સિંગ સ્ટાફ, રોગી કલ્યાણ સમિતિના સભ્યો તેમજ વહીવટી તંત્ર દ્વારા મંત્રીશ્રીને બૂકે આપી આવકાર્યા હતા. આ નિમિત્તે મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોની માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

Related posts

બાળકોને વેક્સીનેશન માટે મંજુરી

editor

દેશમાં ૨૪ કલાકમાં એક લાખ થી વધુ કોરોનાના કેસ

editor

દેશમુખના ભાવિનો નિર્ણય ટૂંક સમયમાં, પરમબીરે લગાવેલા આરોપો ગંભીર : પવાર

editor

Leave a Comment

UA-96247877-1