Aapnu Gujarat
ગુજરાત

ટીએલઈ દ્વારા ગાંધી માર્ગે આંદોલનની ચીમકી

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

હાલ સમગ્ર ગુજરાતમાં સરકારી તેમજ પ્રઇવેટ લીમીટેડના કર્મચારીઓ કઇકની કઇક બાબતે આંદોલનો કરતા જોવા મળી રહયા છે અને પોતાની પડતર માંગણીઓને લઇને માંગણીઓ માંગી રહય છે ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર જીલ્લાના સરકારશ્રીના ચાલતા ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ અર્તગત તાલુકા વાઇઝ કામગીરી કરી રહેલ તાલુકા લેવલ એકઝેકયુટીવ અને ડીસ્ટ્રીકટ લેવલ એકઝેકયુટીવ પણ આજે પોતાની પડતર માંગણીઓને લઇને જીલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર સાથે શ્રી જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ આવી પોહચ્યા હતા જેમાં આ તમામ લોકોની માંગણીઓની વાત કરવામાં આવેતો પગાર ભથ્થામાં વધારો, સિધ્ધો કર્મચારીનો પગાર કર્મચારીના ખાતામાં થવો જોઇએ, જોબ સિકયોરીટી એટલે કે ફરજની સુરક્ષીતા જળવાઇ રહે, નિયત કરેલ જ કામગીરી સોંપવામાં આવે,વાર્ષક મોંઘવારી અને ભથ્થાપાત્ર ગણવામાં આવે, તેમજ પગાર બાબતની નિયમીતતા જાળવવામાં આવે વગેરે જેવી આવેદનપત્રમાં માંગણીઓ દર્શાવવામાં આવી હતી તેમજ જો આ માંગણીઓ આવનાર સમયે પુરી કરવામાં નહી આવે તો ડીએલઇ સહિત તમામ ટીએલઇઓ દ્વારા ઉપર કક્ષાએ રજુઆત કરી ગાંધી ચિધ્યા માર્ગે માંગણી કરવામાં આવશે.

Related posts

અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર અધતન ટેકનોલોજીનો ઉપયોગ

editor

નર્મદા ડેમના પાણીના મામલે ગુજરાતના મુખ્ય સચિવનો મોટો ખુલાસો

aapnugujarat

વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1