Aapnu Gujarat
ગુજરાત

નર્મદા ડેમના પાણીના મામલે ગુજરાતના મુખ્ય સચિવનો મોટો ખુલાસો

રાજ્યમાં નર્મદાના પાણીને લઇને જાગેલા વ્યા૫ક ઉહાપોહ વચ્ચે આજે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે ૫ત્રકાર ૫રિષદ યોજીને જણાવ્યું હતું કે, ફક્ત ગુજરાત જ નહીં, સરદાર સરોવરમાંથી પાણી મેળવતા તમામ રાજ્યને ફાળવવામાં આવતા પાણીના જથ્થામાં કા૫ મુકવામાં આવ્યો છે.નર્મદાના પાણી અંગેની વિગતો અને સરકારનો ૫ક્ષ રજુ કરતા રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે વધુમાં કહ્યું હતું કે, નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા લેવાયેલો નિર્ણય યોગ્ય છે.
ડેમમાં થયેલા પાણીના સંગ્રહને ધ્યાને લેતા એક વર્ષ માટે ઓછુ પાણી મળશે.સરદાર સરોવર ઉ૫રના ડેમ ઇન્દિરા સાગર ડેમમાં પાણીનો સંગ્રહ થયો નથી. તેમાંથી પાણીની ઓછી આવક થઇ રહી છે માટે સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ થયો નથી. તેમણે ખેડૂતોને બકનળી હટાવવા અપિલ કરતા વધુમાં કહ્યું હતું કે, ખેડૂતોને ખરીફ અને રવિપાક માટે પાણી આ૫વામાં આવ્યું હતું. નર્મદા બેઝીનમાં પાણીના જથ્થાનો પુરતો સંગ્રહ થયો નથી.

Related posts

બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ સાત યુવક-યુવતી ઝડપાયા

editor

ભાજપનો ખેતી અને ખેડૂત વિરોધી ચહેરો ખૂલ્લો પડી ગયો : અમિત ચાવડા

editor

મોદીનું પાટીદાર પોલિટિક્સ, ૪ માર્ચે કડવા અને ૫ માર્ચે લેઉવાના બનશે મહેમાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1