Aapnu Gujarat
રાષ્ટ્રીય

હું ટીકાકારોનું સન્માન કરું છું પરંતુ તેમની સંખ્યા ઘણી ઓછી છે : PM MODI

કૃષિ કાયદાનો વિપક્ષ દ્વારા થઈ રહેલા વિરોધને પીએમ મોદીએ વિદ્વતાપૂર્ણ અપ્રમાણિકતા ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જાે કોઈ રાજકીય પાર્ટી વચન આપીને તેનું પાલન કરવામાં નિષ્ફળ જાય તેનો કશો વાંધો નથી પરંતુ આજ પાર્ટીઓ દ્વારા સુધારાના નામે અપાયેલા વચનોનું પાલન મારી સરકાર દ્વારા કરાયું છે ત્યારે હવે તેઓ યૂ ટર્ન લઈને ગેરમાહિતી ફેલાવી રહ્યા છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, કોઈ પીઆર એજન્સીની મદદથી જનતાનો વિશ્વાસ જીત્યો નથી. મારી મહેનત અને પરસેવો વહાવીને જનતાનો વિશ્વાસ જીત્યો છે. હું ર્નિણય લઉં છું ત્યારે જનતાને લાગે છે કે આ વડા પ્રધાન અમને સમજે છે અને અમારી જેમ વિચારે છે. હું કોઈ શાહી પરિવારમાંથી આવ્યો નથી.મોટાભાગના લોકો આરોપ મૂકે છે કારણ કે, તેમની પાસે મામલાનો અભ્યાસ કરવાનો સમય જ હોતો નથી. તમે રિસર્ચ કરો તો જ સારા ટીકાકાર બની શકો છે. પ્રામાણિકતાથી કહું તો હું મારા ટીકાકારોનું ઘણું સન્માન કરું છું. પરંતુ દુર્ભાગ્યે તેમની સંખ્યા ઘણી ઓછી છે. ધારણાઓના આધારે ટીકા કરનારાની સંખ્યા ઘણી છે. હું માનું છું કે ટીકા કરવા માટે તમારે સખત મહેનત સાથે રિસર્ચ કરવું જાેઈએ. આર્ત્મનિભર ભારતને કારણે દેશમાં કોરોના રસીકરણને જ્વલંત સફળતા મળી છે. ફક્ત કલ્પના કરો કે જાે દેશ પાસે કોરોનાની રસી ન હોત તો કેવી સ્થિતિનું નિર્માણ થયું હોત. આપણે જાણીએ છીએ કે વિશ્વની મોટાભાગની વસતીને હજુ કોરોનાની રસી ઉપલબ્ધ નથી. આપણી સફળતા ભારતની આર્ત્મનિભરતાને આભારી છે. ટેકનોલોજીએ કોરોના રસીકરણની કરોડરજ્જુ તૈયાર કરી છે. વડા પ્રધાને કોરોના મહામારીમાં લીધેલાં પગલાં માટે પોતાની સરકારની પ્રશંસા કરી હતી અને દેશના દરેક યુવાને આર્ત્મનિભર બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારી છે અને ભારતે તેની સામેની લડાઈમાં કેટલાક વિકસિત દેશો કરતાં પણ સારો દેખાવ કર્યો છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, યુવાધન લાંબા સમય સુધી અન્ય પર આધારિત ન રહે તે માટે દરેક યુવાનને તક મળે તે મહત્ત્વનું છે. અર્થતંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા સરકાર દ્વારા લેવાયેલા પગલાંનો વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી સમયે કોઈ લાભ દેખાવાનો નથી તેવા નિષ્ણાતોના અનુમાન પર પીએમ મોદીએ જણાવ્યું હતું કે, બી વાવનારે ફળની ચિંતા કરવી જાેઈએ નહીં. આ સવાલ રાજકીય પંડિતોના જૂનવાણી વિચારોનું પરિણામ છે. જાે તે સાચું હોત તો મને ૨૦ વર્ષ સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વડા તરીકે કામ કરવાની તક જ ન મળતી.

Related posts

गुजरात में १७ जून तक मॉनसुन की एन्ट्री

aapnugujarat

મોદીની અમેરિકા યાત્રા : ૨૨ સર્વેલન્સ ડ્રોન મળે તેવી ભારતની ઈચ્છા

aapnugujarat

દિલ્હીની કોર્ટમાં મહિલા વકીલ સાથે દુષ્કર્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1