Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીની અમેરિકા યાત્રા : ૨૨ સર્વેલન્સ ડ્રોન મળે તેવી ભારતની ઈચ્છા

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની પ્રથમ મુલાકાતથી પહેલાં ભારત પ્રીડેટર ડ્રોનના નેવી વર્ઝનને હાંસલ કરવાના પ્રયાસમાં છે. એક અધિકારીના જણાવ્યા મુજબ “ ભારત સર્વેલન્સ ડ્રોનને ખરીદવા માટે મોકલવામાં આવેલી અરજીને મંજૂરીની મહોર લાગે તે માટે જોર આપવામાં આવી રહ્યું છે. પીએમ મોદી અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રેસિડન્ટ ટ્રમ્પને મળશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસ કરવામા આવશે.” જો આ ડ્રોન ભારતને મળી જાય છે તો તેની મદદથી દેશની ૭૫૦૦ કિલોમીટર લાંબી કોસ્ટલાઈન પર નજર રાખશે. ડીલ માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટની મંજૂરી મેળવવી જરૂરી છે. આ ગાર્જિયન ડ્રોનને કેલિફોર્નિયાની જનરલ ઓટોમિક્સ બનાવે છે.અધિકારીના જણાવ્યા મુજબ, ૨૨ અનઆમ્ડૅ ડ્રોન હાંસલ કરવાના વાતને અમેરિકા અને ભારતના ડિફેન્સ રિલેશનને મજબૂત કરવા માટેની મહત્વની કડીના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.આ ડિફેન્સ રિલેશન ઓબામાના કાર્યકાળમાં ઘણાં જ આગળ વધ્યા, પરંતુ ટ્રમ્પના આવ્યા બાદ આ સંબંધોમાં થોડી ઓટ આવી છે. ટ્રમ્પે નોર્થ કોરિયાના ન્યૂક્લિયર પ્રોગ્રામને રોકવા માટે પોતાના એશિયાઈ વિરોધી ચીન પાસેથી સમર્થન માંગ્યુ છે.પીએમ મોદીની વિઝિટ પહેલાં ટ્રમ્પ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગને એપ્રિલમાં મળ્યા હતા. જે બાદ તેઓએ જાપાન, બ્રિટન અને વિયેતનામના લીડર્સ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતોએ ભારતમાં તે વાતની ચિંતા થઈ રહી છે કે અમેરિકાની પ્રાથમિકતામાં હવે ઈન્ડિયા નથી.જો ભારત આ સર્વેલન્સ ડ્રોન મેળવવામાં સફળ રહે તો આ ડ્રોનની મદદથી ભારતીય સમુદ્રતટ પર નજર રાખવી આસાન બનશે.આ સાથે જ આ પ્રકારની આ પહેલી ડીલ હશે, જે ગેર નાટો સભ્ય દેશ સાથે અમેરિકા કરશે.હાલમાં જ અમેરિકાએ ઈન્ડિયાને પોતાના મહત્વના રક્ષા સહયોગી બતાવ્યાં છે. ભારત અમેરિકી હથિયારોનો મોટો ખરીદદાર પણ છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં તે વાતને લઈને ચિંતા છે કે જો આ પ્રકારનાં હાઈટેક ડ્રોન આપવામાં આવે તો સાઉથ એશિયામાં અસ્થિરતા આવી શકે છે. કેમકે, અહીં હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળે છે. ખાસ કરીને કાશ્મીરને લઈને.જો કે યુએસ સેનેટર જોન કોર્નીન અને માર્ક વાર્નરે માર્ચમાં ડિફેન્સ સેક્રેટરી જેમ્સ મેટિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ રેક્સ ટિલરસનને લેટર લખ્યો હતો.કાગળમાં કહેવામાં આવ્યું હતું કે, “ ૧.૨૦ ખરબની આ ડીલ યુએસ નેશનલ સિક્યોરિટી ઈન્ટ્રેસ્ટને વધારશે સાથે જ જોબ્સને પણ સુરક્ષિત રાખશે.”ઈન્ડિયા-યુએસ બિઝનેસ સંબંધોને પ્રમોટ કરી રહેલી ઈન્ડસ્ટ્રીના અધિકારીએ કહ્યું કે, “વ્હાઈટ હાઉસ અને કોંગ્રેસથી મળેલા સપોર્ટ ડ્રેન સેલને ઘણી મજબૂતી મળી છે. હવે સ્ટેટ ડિપાર્ટમેન્ટને ક્લિયરન્સની જરૂરિયાત છે.”એક તરફ ઈન્ડિયા જયાં સર્વેલન્સ માટે અન આમ્ડૅ ડ્રોન હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. તો ઈન્ડિયન મિલ્ટ્રી હકિકતમાં મિસાઈલ ફાયર કરનારા પ્રીડેટર એવેન્જર એરક્રાફ્ટ હાંસલ કરવા માટે રિક્વેસ્ટ મોકલી ચુક્યું છે, જેને ઓબામા એડમિનિસ્ટ્રેશને મંજૂરી આપી ન હતી.સૂત્રના કહેવા મુજબ આ વાતને લઈને સ્ટેટ ડિપાર્ટમેન્ટને ચિંતા છે કે જો ઈન્ડિયાને સર્વેલન્સ ડ્રોન મળે છે તો પછી તેઓ આમ્ડૅ ડ્રોન હાંસલ કરવાના પ્રયાસો ફરી કરી શકે છે.ભારતીય સેના ત્યારથી જ આમ્ડૅ ડ્રોન હાંસલ કરવા માગે છે જયારથી યુએસ દ્વારા તેનો ઉપયોગ પાકિસ્તાનમાં આતંકીઓ વિરૂદ્ધ કર્યો હતો.યુએસ એક્સપર્ટ મુજબ, લો એવા કોઈપણ દેશને આ પ્રકારનાં હથિયાર આપવાની મનાઈ છે, જે અમેરિકાના સૈનિકો સાથે લડાઈમાં ભાગ લેતા ન હોય.

Related posts

આઈપીએલ : આવતીકાલે પંજાબ- બેંગ્લોર ટકરાશે

aapnugujarat

ધોરણ-૧૨ સાયન્સનું ૭૧.૯૦ ટકા રિઝલ્ટ : ૨૫૪ને A1 ગ્રેડ

aapnugujarat

રેલવે ટેન્ડર કાંડમાં લાલૂને વચગાળાના જામીન મળ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1