Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં રોડ-રસ્તાની બિસ્માર હાલત

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

લીંબડી હાઇવે રોડ, સર્કિટ હાઉસ પાસેથીં લઈ વાળા રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. અને રોડ તૂટી ગયેલ છે. ઘણા સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈપણ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી ત્યારે લીંબડી હાઇવે તરફથી સેવા સદન, પોલીસ સ્ટેશન, પી.જી.વી.સી.એલ ડિવિઝન ઓફિસ સુધી આવેલ રોડ પર મુખ્ય રસ્તાઓ સહિતના બધા રસ્તાઓની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે તેના કરતા ગામડા ના રસ્તાઓ પણ સારા હોઈ, ખરાબ રસ્તાના કારણે લોકોને આવન જાવન માં તકલીફો પડી રહી છે, ટુ વ્હીલરો પણ સ્લીપ થઈ જાઈ છે ફેકચર થઈ જાય છે. લીંબડી શહેરના હાઇવે રોડથી પોલીસ સ્ટેશનનો તરફ જવાનો રસ્તા પરના ખાડામાં રેતી અને કપચી નાખીને હજુ સુધી બુરવામાં આવ્યા નથી. જેથી આ ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે.. સરકારી કર્મચારીઓ, પદાધિકારીઓ હોય કે અધિકારીઓ ક્યારે જાગશે..? આ ખાડા પુરવા અભિયાનમાં ક્યારે જોડાશે અધિકારીઓ.? લીંબડીના નગરજનો માં ચર્ચાઈ રહ્યું છે…

Related posts

સુરત, વડોદરા સહિતના શહેરોમાં સ્વાઈનફ્લુનો સપાટો

aapnugujarat

શ્રી ૧૮ ગામ લિંબાચીયા કેળવણી સહાયક મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

સોમનાથ હિન્દૂ સેવા સમિતિ વિવાનની વ્હારે 1 લાખનુ અનુદાન

editor

Leave a Comment

UA-96247877-1