Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિટને કામચલાઉ વિઝાની સ્કીમ મૂકી

બ્રિટનમાં પ્રવર્તી રહેલી અછતને દૂર કરવા અમારી સરકાર શક્ય એટલા તમામ પ્રયાસો કરી રહી છે અને દેશના ફૂડ ઇન્ડસ્ટ્રિઝમાં અને પરવહનના ક્ષેત્રે ઉભી થયેવી અછતને પહોંચી વળવા અમે સંખ્યાબંધ પગલાં લીધી છે એમ પરિવહન મંત્રી ગ્રાન્ટ શેપ્સે કહ્યું હતું. અમે તો હવે આ દિશાંમાં કામ શરૂ કરી દીધું છે પરંતુ તે સાથે ઉદ્યોગોએ પણ વર્કિંગ કંડીશન, યોગ્ય પગારો જેવી બાબતોમાં મહત્વની ભૂમિકા નિભાવવા આગળ આવવું પડશે જેથી કરીને તેઓ નવા કામદારો અને ડ્રાઇવરોને બોલાવી શકશે.ડ્રાઇવરોની કારમી અછતના પગલે બ્રિટનમાં હાલ ડીવન જરૂરી ચીજવસ્તુોનો પૂરવઠો મહદઅંશે ખોરવાઇ ગયો છે અને લોકો ભારે પરેશાન થઇ રહ્યા છે, આ પરિસ્થિતિને દૂર કરવા બ્રિટનની સરકારે તેની સીઝનલ વર્કરની સ્કીમને વધુ વિસ્તારી રહી છે અને નજીકના યુરોપિયનના દેશોનાં ડ્રાઇવરોને આકર્ષવા ૧૦,૦૦૦ કામચલાઉ વિઝાની સ્કીમ મૂકી છે. ડ્રાઇવરોની અચતના પગલે આખી સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ છે જેથી વિરોધપક્ષોએ સરકાર ઉપર આરોપ મૂક્યો હતો કે બ્રેક્ઝિટના કારણે આ સ્થિતિ સર્જાઇ છે, જ્યારે સરકારે દલીલ કરી હતી કે કોવિડની મહામારીના કારણે કામચલાઉ રીતે સપ્લાય ચેઇનને અસર પહોંચી છે અને લાંબાગાળાના રોકાણો આવશે તે સાથે જ આ પ્રશ્નનો ઉકેલ આવી જશે. દરમ્યાન સરકારે શનિવારે રાત્રે એ વાતનું સમર્થન કર્યું હતું કે ઇંધણની હેરાફેરી કરતી ટ્રકો અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરતી ટ્રકોના ૫૦૦૦ ડ્રાઇવરોને આગામી ત્રણ મહિના સુધી બ્રિટનમાં કામ કરવા દેવાની મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં નાતાલનો તહેવાર આવી રહ્યો છે અને તે સાથે જ સમગ્ર યુરોપ અને અમેરિકામાં ક્રિસ્ટમસ સીઝનની શરૂઆત થઇ જશે ્‌ને તેના પગલે તમામ પ્રકારની ચીજવસ્તુોની માંગમાં વધારો થશે તેથી સરકારે ૫૫૦૦ જેટલા પોલ્ટ્રી ફાર્મ ઉપર કામ કરનારા કામદારો માટે પણ તેની યોજનાનો વિસ્તાર કર્યો હતો.

Related posts

આઈસીજેમાં હાર બાદ પાકિસ્તાન હચમચ્યું : હવે નવી ટીમ બનાવાશે

aapnugujarat

સ્ટિફન હોકિંગનું નિધન : વિજ્ઞાન જગતમાં આઘાતનું મોજુ

aapnugujarat

વિયેતનામનું ભારતને સાઉથ ચાઇના સીમાં રોકાણ માટે આમંત્રણ : ચીને વાંધો ઉઠાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1