ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં મળેલી કારમી હારથી પાકિસ્તાન ખૂબ જ પરેશાન છે. પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. હાર બાદ હવે પાકિસ્તાન નવી લીગલ ટીમ બનાવવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. ગુરૂવારના દિવસે ભારતની તરફેણમાં ચુકાદો આવ્યો હતો અને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફાંસી આપવા પર બ્રેક મુકી દેવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાનમાં જોરદાર પ્રતિક્રિયા જોવા મળી હતી. પાકિસ્તાની મીડિયા અહેવાલ મુજબ દેશભરમાં દેખાઈ રહેલી નારાજગીથી બહાર નીકળવા માટે હવે પાકિસ્તાન સરકાર આઈસીજેમાં રજુઆત કરવા માટે નવા વકીલોની ટીમ બનાવી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના વિદેશી મામલામાં સલાહકાર સરતાઝ અઝીઝે કહ્યું છે કે નવી ટીમ પાકિસ્તાનના પક્ષને મજબૂતી સાથે રજુ કરશે. આઈસીજેએ ભારતની અરજી પર ચુકાદો આપતા કુલભૂષણ જાધવની ફાંસી ઉપર ગઈકાલે પ્રતિબંધ મુકી દીધો હતો. ઈન્ટરન નેશનલ કોર્ટે પાકિસ્તાને એવી સલાહ પણ આપી છે કે તેને જાધવ સુધી ભારતની રાજકીય ઓળખ અને સહાયતાની માંગ સ્વીકારવી જોઈએ કારણ કે આ બાબત વિયેના સમજૂતિ હેઠળ આવે છે. આઈસીજેના અધ્યક્ષ રોમી અબ્રાહમ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આઈસીજે દ્વારા પોતાના ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને દ્વારા વિયેના સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જાધવ મામલામાં અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી જાધવની ફાંસીની સજાને રોકી દેવામાં આવે તે જરૂરી છે. કોઈપણ પ્રકારની દુરભાવના રાખીને જાધવ સામે કાર્યવાહી પાકિસ્તાન ન કરે તે ખૂબ જરૂરી છે. ભારતે વિયેના સમજૂતિ હેઠળ આઈસીજેમાં અપીલ કરી હતી. ભારતની વિયેના સમજૂતિ હેઠળ માંગને યોગ્ય ઠેરવવામાં આવી હતી. આ સમજૂતિ હેઠળ ભારતને પોતાના નાગરિક સુધી પહોંચવાનો અધિકાર છે. પાકિસ્તાન હજુ સુધી જાધવ માટે રાજકીય મદદ આપવાનો ઈનકાર કરી રહી હતી. પાકિસ્તાન ઉપર આજના ચુકાદા બાદ દબાણ વધી ગયું છે. પ્રાથમિક રીતે જાધવને જાસૂસ તરીકે દર્શાવવાની બાબત અમે નક્કી કરી શકીએ નહીં. આ મામલો નક્કી ન થાય ત્યાં સુધી ફાંસીની સજા રોકી શકાય છે. આઈસીજેને જાધવ મામલામાં દરેક બાબત સાંભળવાનો અધિકાર છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના વિદેશી મામલાઓના સલાહકાર સરતાઝ અઝીઝે કહ્યું છે કે નવી ટીમ વધુ મજબૂતી સાથે પાકિસ્તાનનો કેસ રજુ કરશે.
પાછલી પોસ્ટ